જેરૂસેલમ: પેલેસ્ટાઈન (Palestine) ની અધિકૃત ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં તૈનાત પેલેસ્ટાઈનના રાજદૂતને પાછા બોલાવવામાં આવી રહ્યાં છે. યુએઈ અને ઈઝરાયેલે ગુરુવારે પૂર્ણ રાજનયિક સંબધ સ્થાપિત કરવાની સમજૂતિ કરી ત્યારબાદ પેલેસ્ટાઈને આ પગલું ભર્યું છે. પેલેસ્ટાઈને સમજૂતિ પર નિશાન સાધતા તેને પેલેસ્ટાઈનની માગણીઓ સાથે 'વિશ્વાસઘાત ગણાવ્યો' અને તેને પાછી ખેંચવાની માગણી કરી.
ચીન-PAKને એકસાથે મળ્યો મોટો ઝટકો, અમેરિકાએ ઈઝરાયેલ-UAE વચ્ચે કરાવી દીધી 'મિત્રતા'!
અત્રે જણાવવાનું કે સંયુક્ત આરબ અમીરાત અને ઈઝરાયેલે (israel) ગુરુવારે આ શાંતિ સમજૂતિ હેઠળ પૂર્ણ રાજનયિક સંબંધ સ્થાપિત કરવા પર સહમતિ વ્યક્ત કરી જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સમજૂતિ મુજબ ઈઝરાયેલે પોતાના કબ્જાવાળા વેસ્ટ બેંકના મોટા હિસ્સાને પોતાનામાં મીલાવવાની વિવાદાસ્પદ યોજનાને રોકવાની રહેશે.
હિન્દ મહાસાગરમાં અમેરિકાના સૌથી ઘાતક 'બી-2 બોમ્બર જેટ' તૈનાત, કોઈ પણ ચાલાકી ચીનને હવે ભારે પડશે
પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસના પ્રવક્તા નબીલ અબુ રદેનેહે કહ્યું કે આ સમજૂતિ 'રાજદ્રોહ' જેવી છે અને તેને પાછી ખેંચવી જોઈએ. તેમણે કહ્યું કે યુએઈએ પોતાનો આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ અને આ સાથે જ તેમણે આરબ દેશોને પણ 'પેલેસ્ટાઈનના લોકોના અધિકારોની કિંમત પર' તેનું પાલન ન કરવાનો આગ્રહ કર્યો છે.
આ બાજુ અમેરિકા, ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાતનું માનવું છે કે તેનાથી પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં શાંતિ લાવવામાં મદદ મળશે. અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે ઐતિહાસિક શાંતિપૂર્ણ સમજૂતિની જાહેરાત કરી. આ જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પોતાના ટ્વિટ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આપી. આ જાહેરાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈઝરાયેલ અને તેના મુસ્લિમ પાડોશીઓ વચ્ચે પણ રાજનયિક સફળતા અપેક્ષિત હતી. આ સમજૂતિ બાદ યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે રાજનયિક સંબંધોની નવી શરૂઆત થશે.
જુઓ LIVE TV
સમજૂતિ સંલગ્ન વ્હાઈટ હાઉસ તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu), અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાત થઈ, ત્યારબાદ આ ઐતિહાસિક સમજૂતિને મંજૂરી અપાઈ છે. વ્હાઈટ હાઉસે જાણકારી આપી છે કે આ સમજૂતિના કારણે ઈઝરાયેલે વેસ્ટ બેંક વિસ્તારમાં કબ્જો કરવાની યોજનાને ટાળી છે.
વોશિંગ્ટનમાં યુએઈના રાજદૂત યુસુફ અલ ઓતાઈબા (Yousef al-Otaiba) એ કહ્યું કે "ઈઝરાયેલ સાથે શાંતિ સમજૂતિ રાજનિયક જીત અને અરબ-ઈઝરાયેલ સંબંધો માટે ખુબ મહત્વની છે. તેમણે વધુમાં કહ્યું કે આજની જાહેરાત કૂટનીતિ અને ક્ષેત્ર માટે એક જીત છે. આ સમજૂતિ અરબ-ઈઝરાયેલ સંબંધો વચ્ચે તણાવનું કામ કરશે અને બંને દેશોના સંબંધોમાં સકારાત્મક બદલાવ માટે નવી ઉર્જા પેદા કરશે."
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે