Home> World
Advertisement
Prev
Next

Israel એ બનાવી લીધુ અત્યંત ઘાતક હથિયાર, સૈનિકો થઈ જશે 'ગાયબ', દુશ્મનોના હાજા ગગડી જશે

દુનિયાનો દરેક શક્તિશાળી દેશ છેલ્લા કેટલાક સમયથી હથિયારોની એવી ટેક્નોલોજી વિક્સિત કરવામાં લાગ્યા છે કે જે અચૂક હોય અને અદ્રશ્ય પણ. આવું જ કઈંક ઈઝરાયેલે શોધી કાઢ્યું છે. 

Israel એ બનાવી લીધુ અત્યંત ઘાતક હથિયાર, સૈનિકો થઈ જશે 'ગાયબ', દુશ્મનોના હાજા ગગડી જશે

નવી દિલ્હી: દુનિયાનો દરેક શક્તિશાળી દેશ છેલ્લા કેટલાક સમયથી હથિયારોની એવી ટેક્નોલોજી વિક્સિત કરવામાં લાગ્યા છે કે જે અચૂક હોય અને અદ્રશ્ય પણ. આવું જ કઈંક ઈઝરાયેલે શોધી કાઢ્યું છે. 

fallbacks

ઈઝરાયેલે તૈયાર કરી જબરદસ્ત ટેક્નિક
ઈઝરાયેલે હવે એક એવી ટેક્નિક શોધી કાઢી છે જેના દ્વારા તેના સૈનિકો પથ્થરો વચ્ચે પથ્થર જેવા દેખાશે. સૈનિકોને દુશ્મનની આંખો શોધી પણ નહીં શકે અને થર્મલ ડિટેક્ટર પણ પકડી નહીં શકે. 

fallbacks

ઉપરની તસવીર જોઈને દરેક જણ સરળતાથી જણાવી શકે કે આ એક પહાડી વિસ્તાર છે જ્યાં મોટા મોટા પથ્થરો પડ્યા છે. તસવીરોમાં કેટલાક જંગલી ઝાડ અને ઝાડી પણ જોવા મળી રહ્યા છે. 

fallbacks

ઉપરની તસવીરનો સીધો સંબંધ ફ્યૂચર વોરની તૈયારીઓ સાથે જોડાયેલો છે. તસવીર જોઈને દરેક જણ તેને પથ્થર જ સમજી લેશે. પણ હકીકતમાં તે એક કિટ છે જેને પહેરીને સૈનિકો પહાડી વિસ્તારમાં છૂપાયેલા હતા અને કોઈ હુમલા માટે તૈયાર જોવા મળી રહ્યા હતા. આ દુશ્મનોને અંધારામાં રાખનારી ટેક્નિક છે. 

ઈઝરાયેલની કિટ-300 વિશે જાણો
ઈઝરાયેલની આ જબરદસ્ત ટેક્નિકનું નામ કિટ-300 છે. જેને ઈઝરાયેલના રક્ષા મંત્રાલયે ત્યાંની કંપની પોલારિસ સોલ્યૂશન્સ સાથે મળીને તૈયાર કરી છે. જેનું વજન ફક્ત 500 ગ્રામની આસપાસ છે તથા તેને સૈનિકો સરળતાથી લપેટીને દુશ્મનની નજરમાંથી વર્ચ્યુઅલી ગાયબ થઈ શકે છે. કંપનીનો દાવો છે કે આ કિટ 300 ઓઢીને સૈનિકોને માણસોની આંખો અને થર્મલ ડિટેક્ટરથી પણ જોઈ શકાશે નહીં. 

તસવીરોમાં તમે જોઈ શકો છો કે કિટ પહેર્યા બાદ સૈનિકો જોવા મળતા નથી. એવું લાગી રહ્યું છે કે જાણે પહાડી વિસ્તારમાં અનેક પથ્થર છે. 

આખરે કેમ આ બનાવવાની જરૂર પડી?
હકીકતમાં વર્ષ 2006માં લેબનોન યુદ્ધ દરમિયાન ઈઝરાયેલની સેનાનો ભાગ રહેલા અસાફે અનુભવ કર્યો કે દુશ્મનના થર્મલ ઈમેજિંગ ઉપકરણની નજરથી તેઓ બચી શકતા નથી. આવામાં થર્મલ ઈમેજિંગથી કેવી રીતે બચવું. આ સવાલનો જવાબ શોધતા શોધતા અસાફે કિટ-300 બનાવી દીધી. અત્રે જણાવવાનું કે અસાફ આ ટેક્નોલોજી બનાવનારી કંપનીના સહ સંસ્થાપક છે. 

વસ્તી મામલે ઈઝરાયેલ ખુબ નાનો દેશ છે. પરંતુ ટેક્નોલોજીમાં ઈઝરાયેલ ભલભલા મોટા માથાને પછાડે છે. ઈઝરાયેલ પાસે યુદ્ધની એવી એવી ટેક્નોલોજી છે કે યુદ્ધના મેદાનમાં કોઈ પણ ટેન્કને અદ્રશ્ય હથિયારથી પળભરમાં ઉડાવી શકે છે. 

ટેક્નોલોજીના મામલે ઈઝરાયેલ સુપરપાવર
ઈઝરાયેલની ટેક્નોલોજીનો આખી દુનિયામાં ડંકો વાગે છે. હાલમાં જ થયેલા હમાસ વિરુદ્ધના યુદ્ધમાં દુનિયાએ ઈઝરાયેલની ટેક્નોલોજીનો પાવર જોયો. કેવી રીતે ઈઝરાયેલે હમાસના સેકડો રોકેટ હવામાં જ આયરન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની મદદથી તબાહ કર્યા તે જગ જાહેર છે. ઈઝરાયેલ રક્ષા ટેક્નોલોજીના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરી રહ્યું છે. 

ફક્ત એક વ્યક્તિ કોફી શોપમાં બેસીને દુશ્મનોની ગાડીઓના કાફલા પર હુમલો કરી શકે છે. કઈ રીતે ટેક્નોલોજીની મદદથી કાફલાની એક એક કારને વીણી વીણીને નિશાન બનાવી શકાય તે દેખાડવાની ક્ષમતા ઈઝરાયેલ પાસે જોરદાર છે. 

fallbacks

બદલાઈ રહી છે યુદ્ધની રીત
જે રીતે ઈઝરાયેલા અદ્રશ્ય ફોર્સ બનાવી છે, એ જ રીતે ઈંગ્લેન્ડની નેવી ઉડતા જેટ સૂટ બનાવી ચૂકી છે. દુનિયામાં આ પ્રકારની ટેક્નોલોજી પર સતત કામ થઈ રહ્યું છે. ચોક્કસપણે યુદ્ધની એવી પરંપરા રહી છે કે મહાભારતથી લઈને પ્રથમ વિશ્વયુદ્ધ, અને દ્વિતિય વિશ્વયુદ્ધ તથા આજના આધુનિક સમયમાં યુદ્ધની રીત બદલાઈ રહી છે. 

ઈઝરાયેલ અને યુકેના નવા આવિષ્કાર તેની કડી છે. આજના સમયમાં યુદ્ધમાં પોતાના સૈનિકોનું ઓછું નુકસાન અને દુશ્મનને વધુ નુકસાન...એને ધ્યાનમાં રાખીને આવિષ્કાર થઈ રહ્યા છે. આ જ પ્રકારની શોધ તમામ દેશો કરે છે પણ જ્યાં સુધી પ્રયોગ સફળ ન થાય ત્યાં સુધી તે આવિષ્કાર દુનિયાની સામે આવતા નથી. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

ઈઝરાયેલ ઉપરાંત ભારત, અમેરિકા, ચીન અને બ્રિટન જેવા દેશો રક્ષા ક્ષેજ્ઞમાં નવા નવા પ્રયોગ કરે છે. એવા હથિયારોનો ખજાનો ભેગા કરવાનો હેતુ છે જે અદ્રશ્ય અને અચૂક હોય. એટલે કે જેને દુશ્મન જોઈ ન શકે અને જેના વારથી દુશ્મન બચી પણ ન શકે. 

સમય બદલાઈ રહ્યો છે, પડકાર બદલાઈ રહ્યા છે અને યુદ્ધની રીતો પણ બદલાઈ રહી છે. શ્રીનગરમાં ડ્રોન હુમલા બાદ મોદી સરકાર  ભવિષ્યના રક્ષા પડકારોને પહોંચી વળવા માટે પ્લાન બનાવી રહી છે. ભારતે ચીન, પાકિસ્તાન અને આતંકવાદ...આ ત્રણ મોરચે તૈયારી કરવાની છે. નિશ્ચિતપણે આવનારા સમયમાં યુદ્ધ સૈનિકોની સંખ્યાથી નહીં પરંતુ ટેક્નોલોજીની તાકાતથી લડવામાં આવશે. જેને ઈઝરાયેલ સારી પેઠે જાણે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More