નવી દિલ્હી : અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતને વધારે એક મોટી સફળતા મળી છે. ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર (ISRO)એ બુધવારે સવારે અત્યાર સુધીનાં સૌથી ભારે સેટેલાઇટ GSAT-11ને સફળતાપુર્વક લોન્ચ કરી દીધો. આ ઉપગ્રહને દક્ષિણ અમેરિકાનાં ફ્રેંચ ગુયાન સ્પેસ સેન્ટરથી ફ્રાંસનાં એરિયન-5 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યો હતો.
અગસ્તા વેસ્ટલેંડ ગોટાળાનાં વચેટિયાને પરત લાવવા દેશનાં શક્તિશાળી અધિકારીની મહત્વની ભુમિકા..
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇસરો દ્વારા અત્યાર સુધીનાં સૌથી વજનદાર સેટેલાઇટને લોન્ચ કર્યો હતો. જેનું વજન 5845 કિલોગ્રામ છે. ભારતીય સમયાનુદાસ મોડી રાત્રે 02.07 વાગ્યે અને વહેલી પરોઢે 03.23 વાગ્યાની વચ્ચે આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યો હતો.
Update #4#ISROMissions
Here's the video of #Ariane5 VA-246 lift off from Kourou Launch Base early today morning carrying India's #GSAT11 and South Korea’s GEO-KOMPSAT-2A satellites, as scheduled.
Video: @Arianespace pic.twitter.com/h0gjApbHHd
— ISRO (@isro) December 5, 2018
આ સફળ લોન્ચિંગને ઇસરોની એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ ઉપગ્રહની મદદથી દેશમાં ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ આવશે. ટેલિકોમ સેક્ટર માટે આ ઉપગ્રહ વરદાન સાબિત થઇ શકે છે કારણ કે તેની મદદથી ઇન્ટરનેટની સ્પીડ 14 GBPS જેટલી ઝડપી થઇ જશે.
PM મોદીની આ પ્રથા બંધ કરવી રૂપાણી સરકારને પડી ભારે, મુખ્યમંત્રીને સંકટ મોચનની ખોટ...
ઉલ્લેખનીય છે કે, ISRO GSAT-19 અને GSAT-29 સેટેલાઇટને અગાઉ લોન્ચ કરવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત GSAT-20ને આગામી વર્ષે લોન્ચ કરવામાં આવનાર છે. જો કે હવે ઉપગ્રહ (અવકાશી) ક્ષેત્રે ભારત પગભર થઇ ચુક્યું છે. હવે તેને આ મુદ્દે અન્ય કોઇ દેશ પર આધારિત રહેવું પડતું હતું.
શું છે આ સેટેલાઇટની ખુબીઓ
- આ સેટેલાઇટનું આયુષ્ય 15 વર્ષનું છે.
-તેમાં એક સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે.
- ઇન્ટરનેટની સ્પીડ 14 GBPS સુધી વધારવાની ક્ષમતા ધરાવે છે
- નેક્સ્ટ જનરેશન પ્લેટફોર્મ તૈયાર કરવાની પણ ક્ષમતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે