Home> World
Advertisement
Prev
Next

પ્રેમી હોય તો આવો! મોત બાદ પણ 33 વર્ષની ગર્લફ્રેન્ડ માટે છોડતો ગયો 900 કરોડ રૂપિયા

Italian Prime Minister Silvio Berlusconi: ઇટાલીના ભૂતપૂર્વ વડા પ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીની કુલ સંપત્તિ 6 અબજ યુરોથી વધુ હોવાનો અંદાજ છે. બર્લુસ્કોની અને માર્ટા ફાસિના વચ્ચેનો સંબંધ માર્ચ 2020માં શરૂ થયો હતો. જોકે, બંનેએ કાયદેસર રીતે લગ્ન કર્યા ન હતા. 33 વર્ષીય માર્ટા ફાસિના 2018ની સામાન્ય ચૂંટણીથી ઈટાલિયન સંસદના નીચલા ગૃહના સભ્ય છે.

પ્રેમી હોય તો આવો!  મોત બાદ પણ 33 વર્ષની ગર્લફ્રેન્ડ માટે છોડતો ગયો 900 કરોડ રૂપિયા

Italian PM: બર્લુસ્કોની અબજોપતિ મીડિયા ટાયકૂન અને વડા પ્રધાન તરીકે દાયકાઓ સુધી ઇટાલીમાં સત્તા પર રહ્યા. 12 જૂને 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ ગત મહિને ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનું અવસાન થયું હતું. સિલ્વિયો બર્લુસ્કોનીએ તેની 33 વર્ષની ગર્લફ્રેન્ડ માર્ટા ફાસિના માટે તેની વસિયતમાં 900 કરોડ રૂપિયા છોડી દીધા છે.

fallbacks

ઇટાલીના ભૂતપૂર્વ વડા પ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીની કુલ સંપત્તિ 6 અબજ યુરોથી વધુ હોવાનો અંદાજ છે. બર્લુસ્કોની અને માર્ટા ફાસિના વચ્ચેનો સંબંધ માર્ચ 2020માં શરૂ થયો હતો. જોકે, બંનેએ કાયદેસર રીતે લગ્ન કર્યા ન હતા. 33 વર્ષીય માર્ટા ફાસિના 2018ની સામાન્ય ચૂંટણીથી ઈટાલિયન સંસદના નીચલા ગૃહના સભ્ય છે.

પૌત્રીઓ 15-15 લાખ આપશે તો દાદાએ ટેક્સ ભરવો પડશે? જાણો તમારા અધિકારો
સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી: ન તો દીપિકા કે ન આલિયા, 1 મિનિટના લે છે 1 Cr રૂપિયા!

માર્ટા ફાસિના એ ફોર્ઝા ઇટાલિયાના સભ્ય છે, બર્લુસ્કોની દ્વારા 1994માં જ્યારે તેમણે પ્રથમ વખત રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી. બર્લુસ્કોનીની વસિયત મુજબ, તેમના વ્યવસાયને નિયંત્રિત કરવાની જવાબદારી તેમના બે મોટા બાળકો મરિના અને પિયર સિલ્વીયોને આપવામાં આવી હતી. બર્લુસ્કોનીએ ભાઈ પાઓલો માટે 100 મિલિયન યુરો અને તેની ફોર્ઝા ઇટાલિયા પાર્ટીના ભૂતપૂર્વ સેનેટર માર્સેલો ડેલ'ઉટ્રીને 30 મિલિયન યુરો આપ્યા છે.

6 વર્ષની વયે અવસાન થયું
ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનું 86 વર્ષની વયે નિધન થયું છે. બર્લુસ્કોની છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. બર્લુસ્કોનીનું નામ પણ વિવાદોમાં સામેલ હતું અને વર્ષ 2013માં તેઓ સેક્સ સ્કેન્ડલમાં ફસાયા હતા. આ સાથે તેમના પર ભ્રષ્ટાચાર અને ટેક્સ હેરાફેરીનો પણ આરોપ હતો.

સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી: ન તો દીપિકા કે ન આલિયા, 1 મિનિટના લે છે 1 Cr રૂપિયા!
વધુ પડતા કાળા મરીનુ સેવન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક, થાય છે આવી મોટી સમસ્યાઓ
BLACK TURMERIC: શું તમે ક્યારેય કાળી હળદર ખાધી છે? જલદી ફાયદા જાણી લો, તો ફાવી જશો!

ત્રણ વખત વડા પ્રધાન
બર્લુસ્કોની ચાર વખત ઇટાલીના વડા પ્રધાન હતા. સૌપ્રથમ, બર્લુસ્કોની વર્ષ 1994માં પ્રથમ વખત ઇટાલીના પીએમ બન્યા હતા. જે બાદ તેઓ 2001 થી 2006 સુધી ઈટાલીના પીએમ રહ્યા હતા. તેઓ 2008માં ફરી સત્તામાં આવ્યા પરંતુ 2011માં દેવાને કારણે રાજીનામું આપવું પડ્યું અને તેઓ રાજકારણથી પણ દૂર થઈ ગયા. જો કે 2017માં તેઓએ ફરી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. બર્લુસ્કોની છેલ્લા છ અઠવાડિયાથી મિલાનની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

વાળા ધોયા બાદ મોટાભાગની છોકરીઓ કરે છે આ ભૂલ, સાબિત થઇ શકે છે ખતરનાક!
અહીં ભગવાને મનમૂકીને પાથર્યું છે કુદરતી સૌદર્ય, પણ અફસોસ તમે નહી જઇ શકો, જાણો કારણ

રાજકારણમાં કિંગમેકર
1936 માં મિલાન ઇટાલીમાં જન્મેલા, સિલ્વિયો બર્લુસ્કોની ઇટાલીના સૌથી મોટા કોમર્શિયલ બ્રોડકાસ્ટર મીડિયાસેટના માલિક હતા. તે પ્રખ્યાત ફૂટબોલ ક્લબ એસી મિલાનના માલિક પણ હતા. બર્લુસ્કોની પણ 2012માં ટેક્સ રિગિંગના આરોપમાં ફસાયા હતા. હાલમાં તેમની પાર્ટી ફોર્ઝા ઇટાલિયા ઇટાલિયન સરકારમાં સહયોગી છે. ઇટાલિયન રાજકારણમાં સિલ્વિયો બર્લુસ્કોનીને કિંગમેકર ગણવામાં આવતા હતા અને તેમની રાજકીય કારકિર્દીની ઊંચાઈએ તેઓ ઇટાલીમાં સત્તાના કેન્દ્રમાં હતા.

રસ્તા પરથી પૈસા ભરેલું પર્સ મળે તો આ વાતનો હોય છે ઇશારો, જાણો આ સંકેત શુભ કે અશુભ
અમર પ્રેમ કહાની: આબુની વાદીઓમાં દફન છે 'રસિયા બાલમ' અને 'કુંવારી કન્યા'ની પ્રેમગાથા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More