Home> World
Advertisement
Prev
Next

ચીન બાદ હવે આ દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક જ દિવસમાં રેકોર્ડ 250 લોકોના મોત

કોરોના વાઈરસનો કહેર ચીન બાદ સૌથી વધુ ઈટાલીમાં જોવા મળી રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ઈટાલીમાં શુક્રવારે કોરોના વાઈરસના કારણે 250 લોકોના મોત થયા છે.

ચીન બાદ હવે આ દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક જ દિવસમાં રેકોર્ડ 250 લોકોના મોત

રોમ: કોરોના વાઈરસનો કહેર ચીન બાદ સૌથી વધુ ઈટાલીમાં જોવા મળી રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ઈટાલીમાં શુક્રવારે કોરોના વાઈરસના કારણે 250 લોકોના મોત થયા છે. અધિકૃત ડેટા મુજબ ઈટાલીમાં એક જ દિવસમાં કોરોના વાઈરસના કારણે મોતને ભેંટનારા લોકોની આ સંખ્યા મોટી ગણવામાં આવી રહી છે. 

fallbacks

મહાસત્તા અમેરિકા પણ કોરોનાથી ભયંકર દહેશતમાં, રાષ્ટ્રીય કટોકટી જાહેર

અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં ઈટાલીમાં 250 લોકોના મોત થયા છે. આ આંકડાની સાથે જ ઈટાલીમાં મૃતકોની સંખ્યા હવે 1266 થઈ ગઈ છે. આ દેશમાં કોરોના વાઈરસના સંક્રમણથી 17660 લોકો પીડિત છે. 

બીજી બાજુ ઈટાલીમાં નોવેલ કોરોના વાઈરસ મહામારીને રોકવામાં સહાયતા કરવા માટે ચીની ડોક્ટરોનું એક પ્રતિનિધિમંડળ રોમ પહોંચ્યું છે. ચીની સરકારે 9 વિશેષજ્ઞોનું એક ડોક્ટરોનું દળ ઈટાલી મોકલ્યું છે. 12 તારીખના રોજ મહામારીને ફેલાતી અટકાવવા અને નિયંત્રણ કરવા માટે ઈટાલીને સહાયતા આપવા માટે તેઓ આવશ્યક ચિકિત્સા સુરક્ષા ઉપકરણ વગેરે સામગ્રીઓ લઈને શાંઘાઈથી રોમ પહોંચ્યાં. ઈરાન અને ઈરાકને સહાયતા આપ્યા બાદ આ ચીન દ્વારા મોકલવામાં આવેલું ત્રીજુ વિશેષજ્ઞ દળ છે. 

જે કોઈ ન કરી શક્યું તે કોરોનાના ડરથી થયું, પાકિસ્તાને તરત સ્વીકારી લીધી PM મોદીની આ વાત 

12 તારીખે ચીની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બહુ ક્ષેત્ર વીડિયો કનેક્શન દ્રારા નોવેલ કોરોના વાઈરસ ન્યુમોનિયાની રોકથામ અને ઉપચારના ચીનના અનુભવો શેર કરવા માટે આંતરરાષ્ટ્રીય બ્રીફિંગ આયોજિત કરી. 

જુઓ LIVE TV

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાઈરેક્ટર જનરલ ટ્રેડોસ અધનોમ ધેબ્રેયસસે મહામારીની રોકથામ અને નિયંત્રણમાં લેવાના ચીનના અનુભવની સંપૂર્ણ રીતે પુષ્ટિ કરી અને મહામારીની રોકથામ અને નિયંત્રણ કાર્યમાં કરાયેલા સમર્થન માટે ચીન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ વૈશ્વિક સાર્વજનિક સ્વાસ્થ્ય પડકારનો સમાન રીતે મુકાબલો કરવા માટે સહયોગને આગળ વધારવા માટેની અપીલ કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More