જાપાનમાં એક બોઇંગ 737 વિમાન અકસ્માતમાંથી માંડ બચી ગયું. આ બોઇંગ વિમાન ચીનથી જાપાનની રાજધાની ટોક્યો જઈ રહ્યું હતું. શાંઘાઈમાં ઉડાન ભરતાંની સાથે જ વિમાનમાં ખામી સર્જાઈ અને અચાનક નીચે આવવા લાગ્યું. વિમાનને લગભગ 26 હજાર ફૂટ ઉપરથી નીચે પડતું જોઈને મુસાફરોએ સોશિયલ મીડિયામાં મેસેજો લખવાના શરૂ કરી દીધા હતા. આખરે એ વિમાનને સફળતાપૂર્વક લેન્ડ કરાયું હતું.
વિમાનમાં 191 મુસાફરો હતા
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ બોઇંગ વિમાનમાં 191 મુસાફરો હતા. ક્રૂ મેમ્બર સહિત લગભગ 200 લોકો પ્લેનમાં હતા. મોટાભાગના મુસાફરો ચીનના હતા, જેઓ જાપાનના ટોક્યો જઈ રહ્યા હતા.
જાપાન સરકારના જણાવ્યા મુજબ, કેબિનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ સમય દરમિયાન વિમાન 10 મિનિટમાં 26000 ફૂટની ઊંચાઈથી નીચે આવી ગયું હતું. પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન કેબિનમાં હવાનું દબાણ જાળવી રાખતી પ્રેશરાઇઝેશન સિસ્ટમમાં ખામી અંગે ચેતવણી જારી કરી હતી. આ બાદ પાઇલોટ્સે એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કર્યો હતો.
A #JapanAirlines #flight from #Shanghai to #Tokyo made an emergency landing at Kansai Airport last night after a cabin depressurization alert. The #Boeing 737-800, carrying 191 people, landed safely. No injuries reported. #China #Japan pic.twitter.com/wCneZ3nkk0
— Shanghai Daily (@shanghaidaily) July 1, 2025
એર હોસ્ટેસે ચેતવણી જાહેર કરતાં લોકો ફફડ્યા
ફ્લાઇટ નીચે ઉતરતાંની સાથે જ એર હોસ્ટેસે ચેતવણી જારી કરી હતી. ચેતવણી સાંભળતાની સાથે જ ફ્લાઇટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો બૂમો પાડવા લાગ્યા હતા. કેટલાક લોકોએ તરત જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું. તે જ સમયે, કેટલાક લોકોએ વસિયત લખવાનું પણ શરૂ કરી દીધું હતું. એક મુસાફરે વિમાનને નીચે પડતું જોઈને લખ્યું - મારું શરીર હજી પણ અહીં છે. મારા પગ ધ્રૂજી રહ્યા છે. જ્યારે તમે જીવન કે મૃત્યુનો સામનો કરો છો, ત્યારે બાકીનું બધું તુચ્છ લાગે છે. લેન્ડિંગ પછી વિમાનને લગભગ 1 કલાક સુધી જેમનું તેમ રાખવામાં આવ્યું હતું. આ પછી જ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જાપાન એરલાઇન્સનું કહેવું છે કે તેણે તમામ મુસાફરોને વળતર તરીકે લગભગ 10 હજાર રૂપિયાની ઓફર કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે