Home> World
Advertisement
Prev
Next

આ રહ્યું દુનિયાના Top-10 દેવાળિયા દેશોનું લિસ્ટ, જાણો વિકાસની વાત કરતું ભારત ક્યાં છે...

Top 10 loan debt country: આફ્રિકાથી લઈને યુરોપ સુધીના ઘણા દેશો આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં પ્રથમ દેશનું નામ જોઈને તમને આશ્ચર્ય થશે, તો ચાલો થોડું સામાન્ય જ્ઞાન પણ લઈ લઈએ.

આ રહ્યું દુનિયાના Top-10 દેવાળિયા દેશોનું લિસ્ટ, જાણો વિકાસની વાત કરતું ભારત ક્યાં છે...

Top 10 loan debt country: પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકોને ત્યાં ખાવા-પીવાનું મળવું મુશ્કેલ બની ગયું છે, પણ શું. તમે જાણો છો કે વિશ્વનું સૌથી મોટું દેવું પાકિસ્તાન કે શ્રીલંકા પર નથી. આજે અમે તમને દુનિયાના ટોપ 10 દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આફ્રિકાથી લઈને યુરોપ સુધીના ઘણા દેશો આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં પ્રથમ દેશનું નામ જોઈને તમને આશ્ચર્ય થશે, તો ચાલો થોડું સામાન્ય જ્ઞાન પણ લઈ લઈએ.
જાપાન-
જો જીડીપી સાથે સરખામણી કરવામાં આવે તો જાપાન વિશ્વમાં સૌથી વધુ દેવું ધરાવતું દેશ છે. આ દેશ પર 9.087 ટ્રિલિયન અમેરિકી ડોલરનું દેવું છે. જો આ દેવું જાપાનના જીડીપી સાથે સરખાવવામાં આવે તો લગભગ 237% છે. સરળ ભાષામાં જો જાપાનની જીડીપી 100 રૂપિયા છે, તો તેનું દેવું 237 રૂપિયા છે.
ગ્રીસ-
દેવાની બાબતમાં ગ્રીસ બીજા ક્રમે છે. આ દેશ પર યુએસ 379 બિલિયન અમેરિકી ડોલરનું કુલ દેવું છે, જે GDPના 177% છે.
લેબનન-
વિશ્વમાં સૌથી વધુ દેવું ધરાવતા દેશોની યાદીમાં લેબનન ત્રીજા સ્થાને છે. આ દેશ પર કુલ દેવું 96.7 બિલિયન યુએસ ડોલરનું છે, આ દેવું આ દેશના જીડીપીના 151% છે.
ઈટલી-
દેવાની બાબતમાં ઈટાલી ચોથા નંબર પર છે. યુરોપનો આ સુંદર દેશ ભારે દેવામાં ડૂબેલો છે. આ દેશ પર કુલ 2.48 ટ્રિલિયન ડોલરનું દેવું છે, જે દેશના જીડીપીના 135% છે.
સિંગાપોર-
દક્ષિણ પૂર્વ દેશ સિંગાપોર જે ટૂરિસ્ટ પ્લેસ તરીકે પણ પ્રખ્યાત છે. આ દેશ 1.7 ટ્રિલિયન ડૉલરના દેવામાં ડૂબી ગયો છે. દેવાની દ્રષ્ટિએ સિંગાપોર 5મા સ્થાને આવે છે. આ દેવું જીડીપીના 126% છે.
કેપ વર્ડે-
આફ્રિકાનો ટાપુ દેશ વિશ્વમાં સૌથી વધુ ઉધાર લેનારાઓની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. આ દેશ પર 2.51 બિલિયન અમેરિકી ડોલરનું દેવું છે, જે GDPના 125% છે.
પોર્ટુગલ-
દેવાળિયા દેશોની યાદીમાં પોર્ટુગલનો પણ સમાવેશ થાય છે. આ દેશ પર 254 અબજ ડોલરનું દેવું છે, જે આ દેશના જીડીપીના 117% છે.
અંગોલા-
આફ્રિકાના ઘણા દેશો દેવામાં ફસાયેલા છે. અંગોલા વિશ્વમાં આઠમું સ્થાન ધરાવે છે. આ દેશ પર 64,963 મિલિયન અમેરિકી ડોલરનું દેવું છે, જે GDPના 111% છે.
ભૂટાન-
તમે ભૂટાન વિશે પણ જાણતા જ હશો. ભારતનો આ પાડોશી દેશ વિશ્વમાં લોન લેવાની બાબતમાં 9મુ સ્થાન ધરાવે છે. આ દેશ પર 2.33 બિલિયન અમેરિકી ડોલરનું દેવું છે, જે દેશના જીડીપીના 110% છે.
મોઝામ્બિક-
દેવાની બાબતમાં ટોપ 10ની યાદીમાં અન્ય એક આફ્રિકન દેશનો સમાવેશ થાય છે. આ દેશનું નામ મોઝામ્બિક છે. આ દેશ પર 17.21 બિલિયન અમેરિકી ડોલરનું દેવું છે, જે GDPના 109% છે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More