Viral Video: દુનિયામાં તમને ભાત ભાતના લોકો જોવા મળશે. અમુક તો એવા પણ મળશે જેમની ચિત્ર વિચિત્ર આદતો અને રહેણીકરણી તમને અચિંબિત કરી નાખશે. ક્યારેક તો એવી પણ ખ્વાઈશ ધરાવતા લોકો જોવા મળશે જેને જાણીને એવું થાય કે આવું તો કઈ કરાય? આવી જ એક ખ્વાઈશ ધરાવતી વ્યક્તિ જાપાનમાં જોવા મળી. આ વ્યક્તિને એવી ઈચ્છા હતી કે તે કૂતરા જેવો દેખાય.
વાત જાણે એમ છે કે @toco_eevee નામના ટ્વિટર યૂઝરે પોતાના એવા ફોટા પોસ્ટ કર્યા છે કે લોકો વિચારમાં પડી ગયા. જેપેટ નામની એક પ્રોફેશનલ એજન્સીએ એક વ્યક્તિને કૂતરાના સ્વરૂપમાં ફેરવી દીધો. તમને પણ નવાઈ લાગશે કે આવું કેવી રીતે બને? સ્થાનિક જાપાની ન્યૂઝ આઉટલેટ news.mynavi ના રિપોર્ટ મુજબ જેપેટ ફિલ્મો, કમર્શિયલ, મનોરંજન હેતુસર અનેક સેવાઓ આપે છે. ટીવી માટે જાપાનના લોકપ્રિય કેરેક્ટર્સના કોસ્ટ્યૂમ્સ પણ બનાવે છે. તેણે આ વ્યક્તિ માટે એકએવો કોસ્ટ્યૂમ બનાવ્યો જેનો ખર્ચો 12 લાખ (2 million Yen) થયો. આ પોષાક બનાવવામાં લગભગ 40 દિવસ લાગ્યા.
【制作事例 追加】
犬 造型スーツ個人の方からのご依頼で、犬の造型スーツを制作しました。
コリー犬をモデルにしており、本物の犬と同様に四足歩行のリアルな犬の姿を再現しております🐕詳細はこちら:https://t.co/0gPoaSb6yn#犬 #Dog #着ぐるみ#特殊造型 #特殊造形 pic.twitter.com/p9072G2846
— 特殊造型ゼペット (@zeppetJP) April 11, 2022
આ collie costume દ્વારા જાપાનીઝ વ્યક્તિએ પોતાનું કૂતરા જેવા દેખાવવાનું સપનું પૂરું કર્યું. આ જાપાની વ્યક્તિને news.mynaviand એ પૂછ્યું કે તેણે collie નામના પોષાકની જ પસંદગી કેમ કરી તો તેણે કહ્યું કે મે એક કૂલી બનાવડાવ્યું કારણ કે તે ખુબ વાસ્તવિક લાગતું હતું. અત્રે જણાવવાનું કે collie એ કૂતરાની એક નસ્લ છે. તેમણે કહ્યું કે તે મારું સૌથી મનગમતું પ્રાણી છે અને સૌથી ક્યૂટ છે. મે વિચાર્યું કે મારા જેટલું મોટું જાનવર યોગ્ય રહેશે. લાંબા વાળ વાળા કૂતરા માણસના આકારને સરળતાથી છૂપાવી શકે. એટલે મે કૂલીની પસંદગી કરી.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે હાથ પગથી સારી રીતે હલન ચલન કરી શકો છો. તો ટોકોએ કહ્યું કે થોડી સમસ્યા થઈ પરંતુ તમે હાથ પગ હલાવી તો શકો. જો કે જો તમે બહુ હાથ પગ હલાવશો તો એક કૂતરા જેવા નહીં દેખાઓ. નોંધનીય છે કે ટોકોની એક યુટ્યૂબ ચેનલ પણ છે. ટોકોનો કૂતરાના પોષાકમાં એક વીડિયો પણ વાયરલ થયો છે. જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
જુઓ Video
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે