Home> World
Advertisement
Prev
Next

Japanese Baba Vanga Prediction: કોરોના વિશે જાપાની બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, ક્યારે કેટલી ભયાનક સ્થિતિ હશે એ પણ જણાવ્યું

2025માં કોવિડ 19ની વાપસીએ દુનિયાભરમાં ચિંતા વધારી છે. ત્યારે જે જાપાની બાબા વેંગા તરીકે ઓળખાય છે તે રિયો તાત્સુકીની રહસ્યમયી ભવિષ્યવાણીઓએ પણ આ ચિંતામાં વધારો કર્યો છે. 

Japanese Baba Vanga Prediction: કોરોના વિશે જાપાની બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, ક્યારે કેટલી ભયાનક સ્થિતિ હશે એ પણ જણાવ્યું

હાલના વર્ષોમાં પહેલીવાર કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. તમામ ચર્ચાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર #2030CovidPrediction જેવા વાયરલ થઈ રહેલા ટ્રન્ડ્સે અચાનક ધ્યાન આકર્ષિત કર્યું છે. જાપાની બાબા વેંગાની ભવિષ્યવાણી તેને જોડીને જોવામાં આવી રહી છે. વાત જાણે એમ છે કે જાપાની મેંગા આર્ટિસ્ટ રિયો તાત્સુકી(Ryo Tatsuki) ને ત્યાંના બાબા વેંગા કહેવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે અત્યાર સુધી તેમણે જે પણ ભવિષ્યવાણી કરી છે તેમાંથી મોટાભાગની સાચી ઠરી છે. તેમણે બહુ પહેલા જ 2019-20માં કોરોના વાયરસ અંગે ભવિષ્યવાણી કરી હતી કે કોઈ વાયરસ આવશે અને તબાહી લાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ત્યારબાદ તે ગાયબ થઈ જશે અને 2030માં ફરીથી મોટી  તબાહી લઈને આવશે. તે સમયે તેની સામે લડવાના સાધનો ઓછા પડશે. હાલ કોરોનાના વધતા કેસો વચ્ચે એકવાર ફરીથી 2030ને લઈને તેમની ભવિષ્યવાણી વાયરલ થઈ રહી છે. 

fallbacks

આર્ટિસ્ટ રિયો તાત્સુકીની સૌથી પહેલા ભવિષ્યવાણી મેંગા કોમિક્સ (જાપાનમાં આ એક પ્રકારનું ગ્રાફિકલ નોવેલનું આર્ટફોર્મ)માં પબ્લિશ થઈ હતી. તેનું નામ જ The Future I saw હતું. તેમાં કહેવાયું હતું કે માર્ચ 2011માં એક મોટી કુદરતી આફત જાપાનમાં આવશે. આ ભવિષ્યવાણી એકદમ સટીક સાબિત થઈ. તે વખતે જાપાનના ઉત્તરી તોહોકુ પ્રાંતમાં મોટો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે સમુદ્રમાં સુનામી જેવી સ્થિતિ પેદા થઈ હતી. 

5 જુલાઈની ભવિષ્યવાણી
તે જ મેંગા કોમિક્સની અંતિમ આવૃત્તિ 2021માં રિલીઝ થઈ હતી. તેમાં ભવિષ્યવાણી કરાઈ હતી કે આ વર્ષે જુલાઈમાં મોટો ભૂકંપ આવી શકે છે. આવામાં જેમ જેમ જુલાઈ નજીક આવી રહ્યો છે તેમ જાપાનની ટુરિઝમ ઈન્ડસ્ટ્રી પર તેની વિપરિત અસર જોવા મળી રહી છે. જાપાની મેંગાની જેમ હોંગકોંગમાં પણ કઈક આવી જ ભવિષ્યવાણીઓ કરાઈ છે અને આ બધુ પૂર્વ એશિયાના દેશોમાં ઓનલાઈન ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ બધાની અસર એ જોવા મળી રહી છે કે અનેક લોકો જે જુલાઈમાં જાપાન જવાનો પ્લાન ઘડતા હતા તેમણે પહેલેથી જ ટિકિટ અને ત્યાં હોટલો બુક કરાયેલા હતા તેમાંથી અનેક લોકોએ પોતાના પ્લાન કેન્સલ કરવાના શરૂ કર્યા છે. ચીન, હોંગકોંગ, થાઈલેન્ડ, વિયેતનામના સોશિયલ મીડિયામાં આશંકાઓ ભરેલી સોશિયલ મીડિયા પોસ્ટ જોવા મળે છે. 

પોતાની લેટેસ્ટ એડિશન The Future I saw  (Complete Version) માં તાત્સુકીએ કહ્યું કે જાપાન અને ફિલિપાઈન્સ વચ્ચે સમુદ્રની અંદર એક તિરાડ પેદા થશે. જેના કારણે જે ભયાનક લહેરો ઉઠશે તે 2011માં તોહોકુ ભૂકંપથી પણ ત્રણ ગણો વધુ શક્તિશાળી હશે. 2011માં 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે આવેલી સુનામીમાં હજારો લોકોના મોત થયા હતા. તે સુનામીના કારણે ફુકુશિમા ડાયચી ન્યૂક્લિયર પ્લાન્ટને નુકસાન પહોંચ્યુ હતું. યુક્રેનમાં 1986ના ચેર્નોબિલ ઘટના બાદ આ સૌથી મોટી ન્યૂક્લિયર દુર્ઘટના હતી. 

રિયો તાત્સુકી
2011ના ભૂકંપની ભવિષ્યવાણી સાચી ઠર્યા બાદ જાપાનમાં રિયો તાત્સુકી ખુબ લોકપ્રિય થયા. તેમના વિશે કહેવાય છે કે તેમને સપના આવે છે અને તે સપનાને તેઓ પોતાના મેંગા કાર્ટુન દ્વારા વ્યક્ત કરે છે. તેમના ફેન્સ જણાવે છે કે પ્રિન્સ ડાયના અને સિંગર  ફ્રેડી મક્યુરીના મોત વિશે તેમણે અનુમાન વ્યક્ત કર્યું હતું. જાપાન, થાઈલેન્ડ, અને ચીનમાં તાત્સુકીની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે તેમની 2011ની ભવિષ્યવાણી કરનારા કોમિક પુસ્તકની નવ લાખથી વધુ કોપીઓ વેચાઈ. તેનું ચીની ભાષામાં અનુવાદ પણ છપાયો. જો કે આલોચકો કહે છે કે તેમનું વિઝન એટલું અસ્પષ્ટ હોય છે કે તેને હકીકતમાં ગંભીરતાથી લેવાની કોઈ જરૂર નથી. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More