Home> World
Advertisement
Prev
Next

Breaking News: માંડ-માંડ બચ્યા જાપાનના પ્રધાનમંત્રી, ભાષણ દરમિયાન વિસ્ફોટ, એકની અટકાયત

Blast At Japan PM Speech: જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
 

Breaking News: માંડ-માંડ બચ્યા જાપાનના પ્રધાનમંત્રી, ભાષણ દરમિયાન વિસ્ફોટ, એકની અટકાયત

Fumio Kishida: જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન ફુમિયો કિશિદા (Fumio Kishida) ની સભામાં જોરદાર ધડાકો થયો હતો. જોકે, કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જાપાની મીડિયાના અહેવાલ મુજબ કિશિદા પાસે પાઇપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ મામલે એક વ્યક્તિને પશ્ચિમ જાપાનના વાકાયામાના પોર્ટ પર અટકાયત કરી લેવામાં આવી છે.

fallbacks

આ ઘટનાનો વીડિયો ન્યૂઝ આઉટલેટ BNONE News દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે વાકાયામામાં એકઠા થયેલા પહેલા મીડિયા પર્સન અને અન્ય લોકો જોરથી વિસ્ફોટ થયા બાદ દોડતા જોવા મળે છે. 19-સેકન્ડના ફૂટેજમાં મીડિયાકર્મીઓ અને અન્ય લોકો જ્યાં કિશિદા હોવાના અહેવાલ છે ત્યાંથી ભાગતા દેખાઈ રહ્યા છે. આ સ્થળે બ્લાસ્ટ બાદ ચારેય તરફ ધુમાડો છવાઈ ગયો હતો.

VIDEO: LIVE મેચમાં પંડ્યાની આ હરકત પર મચ્યો હોબાળો, Video Viral થતાં ખળભળાટ
Fact check: કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર 60 વર્ષથી ઓછી કરવા જઇ રહી છે સરકાર?
નસીબ લઇને જન્મયો છે મારો ભઈ... પત્નીએ પોતે પતિની પ્રેમિકા સાથે કરાવ્યા લગ્ન

ભાષણ શરૂ કરતા પહેલા જ થયો હતો બ્લાસ્ટ
મીડિયા અનુસાર ઘટનાસ્થળે વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો. તરત જ પીએમ ફ્યુમિયો કિશિદાને વિસ્ફોટના સ્થળે કવર કરી લેવામાં આવ્યા હતા. સ્થળ પર એકઠા થયેલા લોકો પણ આમતેમદોડવા લાગ્યા હતા. તો બીજી તરફ ધ જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે વડા પ્રધાન તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ વાકાયામા શહેરમાં વિસ્ફોટ થયો હતો.

પોલીસે ટિપ્પણી કરવાનો કર્યો ઇનકાર
આ ઘટનાની તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, સ્થાનિક પોલીસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. નેશનલ બ્રોડકાસ્ટર NHK એ ઘટનાસ્થળ પર ભીડ વચ્ચે પોલીસ દ્વારા એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાના ફૂટેજ પણ દર્શાવ્યા હતા. આ પહેલા જુલાઈ 2022માં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી જાપાને સુરક્ષા વધારી દીધી છે.

 

WhatsApp ના નવા ફીચર્સે મચાવી ધમાલ! હવે એક નહી અનેક ફોનમાં ચાલશે એપ
મને મારા બ્રેસ્ટ મોટા કરવાની અપાઈ હતી સલાહ, લોકો સમજતા હું કેમેરા સામે કપડાં ઉતારીશ
Viral News: મહિલાએ ઓર્ડર કર્યો 10 ઇંચનો પિત્ઝા, માપ્યો તો ભોપાળું નિકળ્યું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More