ટોકિયો: જાપાન (Japan) ના વડાપ્રધાન શિંજો આબે (Shinzo Abe) એ પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. સ્વાસ્થ્યના કારણોનો હવાલો આપતા તેમણે શુક્રવારે તેની ઔપચારિક જાહેરાત કરી દીધી છે. અત્રે જણાવવાનું કે શિંજો આબે છેલ્લા કેટલાક દિવસથી બીમાર છે અને આ દરમિયાન તેમને અનેકવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ખરાબ તબિયતના પગલે શિંજોના આ નિર્ણય અંગે અગાઉ અટકળો થઈ રહી હતી. કહેવાય છે કે છેલ્લે જ્યારે તેઓ હોસ્પિટલ ગયા હતાં ત્યારે લગભગ 7 કલાક ત્યાં રહ્યાં હતાં. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2021 સુધીનો છે.
નેપાળને સતત ભારત વિરુદ્ધ ભડકાવતા રહેતા ચીની રાજદૂતને મળ્યો મસમોટો ઝટકો
અત્રે જણાવવાનું કે ગત સોમવારે આબેએ પોતાના કાર્યાલયમાં 8 વર્ષ પૂરા કર્યાં. તેઓ જાપાનના સૌથી વધુ સમય સુધી પીએમ પદે રહેનારા પ્રધાનમંત્રી રહ્યાં. 65 વર્ષના આબેએ દેશની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવાનું વચન આપ્યું હતું. ચીનનના જોખમને જોતા આબે જાપાની સેનાને મજબુત કરવામાં લાગ્યા હતાં.
Shinzo Abe resigns as Japan's Prime Minister, reports news agency Reuters. https://t.co/ZiZAqieyQW
— ANI (@ANI) August 28, 2020
Good News!: ઘરમાં એકદમ સરળતાથી મળી રહેતી આ એક વસ્તુ કરી શકે છે જીવલેણ કોરોનાનો નાશ
નેશનલ બ્રોડકાસ્ટર એનએચકેએ એક સૂત્રના હવાલે કહ્યું કે શિંજો આબેએ રાજીનામું આપી દેવાનું નક્કી કરી લીધુ છે. કારણ કે તેમનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું છે. તેમને ચિંતા છે કે તેનાથી દેશમાં પરેશાની થશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે