Home> World
Advertisement
Prev
Next

51 વર્ષની એક્ટ્રેસે ન્યૂડ થઈ કરાવ્યું VIDEO શૂટ, ફિટનેસ જોઈ દંગ રહી ગયા ફેન્સ

હોલીવુડ સિંગર અને એક્ટ્રેસ જેનિફર લોપેઝ (Jennifer Lopez) તાજેતરમાં સતત ચર્ચામાં રહે છે. જેનિફર લોપેઝે તેના લેટેસ્ટ વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. ખરેખર, આ વીડિયોમાં તેણે પ્રેક્ષકોને પોતાનો ન્યૂડ અવતાર દેખાળ્યો છે

51 વર્ષની એક્ટ્રેસે ન્યૂડ થઈ કરાવ્યું VIDEO શૂટ, ફિટનેસ જોઈ દંગ રહી ગયા ફેન્સ

લોસ એન્જલસ: હોલીવુડ સિંગર અને એક્ટ્રેસ જેનિફર લોપેઝ (Jennifer Lopez) તાજેતરમાં સતત ચર્ચામાં રહે છે. જેનિફર લોપેઝે તેના લેટેસ્ટ વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. ખરેખર, આ વીડિયોમાં તેણે પ્રેક્ષકોને પોતાનો ન્યૂડ અવતાર દેખાળ્યો છે. લોપેઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

સોશિયલ મીડિયા પર છવાયું In The Mornign
હાલમાં જ હોલીવુડ સિંગરે (Hollywood Singer) તેનો નવા વીડિયો ટ્રેક 'ઇન ધી મોર્નિંગ'ને (In The Morning English Song) ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં પંખ લગાવી જેનિફર લોપેઝ (Jennifer Lopez) વગર કપડામાં જોવા મળી રહી છે. લોપેઝના ફેન્સ આ વીડિયોને તેમના એકાઉન્ટ પર શેર કરી રહ્યા છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર અત્યાર સુધીમાં 4 મિલિનયથી વધારે વખત જોવામાં આવ્યો છે જ્યારે યૂટ્યૂબ (YouTube) પર તેને 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- શાહિદ કપૂર જલદી દેખાશે 'જર્સી'માં: ચાહકો આતૂરતાનો આવશે અંત, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ

મ્યૂઝિક વીડિયોમાં હોટ અંદાજમાં જોવા મળી 51 વર્ષની જેનિફર લોપેઝ
દિલચસ્પ છે કે, વીડિયોમાં જે રીતે સહેજતાની સાથે લોપેઝે વીડિયો શૂટ કરાવ્યો છે તેમાં તેની હોટનેસથી લાખો લોકોને પોતાન દિવાના બનાવ્યા છે. 51 વર્ષની લોપેઝે સોલો પર્ફોર્મન્સવાળા 'ઇન ધી મોર્નિંગ' સોન્ગમાં બોલ્ડનેસની હદ પાર કરી છે. વીડિયામાં લોપેઝ તેની હોટ અદાઓથી દરેકને ઇમ્પ્રેસ કરી રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jennifer Lopez (@jlo)

લોપેઝે If You Had My Love, I'm Real, On the Floor, Live Don't Cost A thing, Airn't Your Mama જેવા તમામ સુપર હિટ સોન્ગ્સને પોતાનો અવાજ આપ્યો છે.

આ પણ વાંચો:- મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વિશે શું કહ્યું, જાણો

આ સાથે જ તમને જણાવી દઇએ કે, જેનિફર લોપેઝ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનના શપથ ગ્રહણ સમારોહમાં પણ પોતાની સ્પેશિયલ પર્ફોર્મેન્સ આપશે. આ સમારોહમાં લેડી ગાગા (Lady Gaga) રાષ્ટ્રગીત ગાશે જ્યારે લોપેઝ (Jennifer Lopez) પોતાના સોન્ગ રજૂ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More