Home> World
Advertisement
Prev
Next

Job in Canada: 10 લાખથી 50 લાખનો પગાર, જાણો કેનેડામાં ગુજરાતીઓ શું કામ કરે છે? કેવી રીતે મળે છે નોકરી

Jobs in Canada: કેનેડાને નોકરીઓ માટે સલામત, સુસજ્જ અને સારો દેશ ગણવામાં આવે છે. આ અહેવાલ દ્વારા આપણે જાણીશું કે કેનેડામાં ભારતીયો શું કામ કરે છે અને તેમને અહીં કેવી રીતે નોકરી મળે છે.

Job in Canada: 10 લાખથી  50 લાખનો પગાર, જાણો કેનેડામાં ગુજરાતીઓ શું કામ કરે છે? કેવી રીતે મળે છે નોકરી

Jobs in Canada: ભારતીયોમાં વિદેશી નોકરીઓને લઈને ઘણો ક્રેઝ છે. તે પણ ખાસ કરીને કેનેડા વિશે. અહીં નોકરી મેળવવી સરળ છે. ભારતીયો અહીં 10 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની નોકરી સરળતાથી મેળવી શકે છે. કેનેડાને નોકરીઓ માટે સલામત, સુસજ્જ અને સારો દેશ ગણવામાં આવે છે. એવામાં આ લેખ દ્વારા આપણે જાણીશું કે કેનેડામાં ભારતીયો શું કામ કરે છે અને તેમને અહીં કેવી રીતે નોકરી મળે છે. વળી ત્યાં ભારતીયોને શા માટે પ્રાધાન્ય મળે છે?

fallbacks

મજબૂત સિસ્ટમ સર્જાઇ, મેઘરાજા ફરી ગુજરાતના આ વિસ્તારોને તરબોળ કરે તેવી ભયાનક આગાહી

તમને જણાવી દઈએ કે ઘણા યુવાનોને કેનેડા જવાની ઈચ્છા હોય છે, પરંતુ ખાસ કરીને પંજાબના મોટાભાગના ઉમેદવારો નોકરી માટે કેનેડા જવા માંગે છે. રોજગારની દ્રષ્ટિએ ભારતીયો અહીં ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે. જો કે, એવા કેટલાક ક્ષેત્રો છે જેમાં કામ કરવા માટે કેનેડામાંથી શિક્ષણ પૂર્ણ કરવું જરૂરી છે. આવી સ્થિતિમાં કેનેડામાં નોકરી કરવી ત્યાં ઉચ્ચ શિક્ષણ લેવું અને પછી ત્યાં નોકરી મેળવવી એ એક સારો વિકલ્પ છે.

અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર અકસ્માત; મુસાફર ભરેલી બસના બે ટૂકડા થયા, 40 ઈજાગ્રસ્ત

કેનેડામાં ભારતીયો શું કામ કરે છે?

  • બિઝનેસ ડેવલપમેન્ટ અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ
  • એકાઉન્ટિંગ ટેકનિશિયન અને બુકકીપર
  • શાળા શિક્ષક
  • રજિસ્ટર્ડ નર્સ
  • મિકેનિકલ એન્જિનિયર
  • નાણાકીય વિશ્લેષક
  • માળખાકીય ઇજનેર
  • ડેટા સાયન્સ કન્સલ્ટન્ટ
  • સંશોધન સહાયક

રોવડાવી દેતી કહાણી! એક સલામ આ અમદાવાદીને! મરતા-મરતા પણ 4 લોકોને નવજીવન આપી ગયા

કેનેડામાં કેટલો મળે છે પગાર?
કેનેડામાં કામ કરતા લોકોને મુખ્યત્વે તેમની ડિગ્રી અને અનુભવના આધારે નોકરી મળે છે. મિકેનિકલ એન્જિનિયર, સંશોધન સહાયક, માધ્યમિક શાળા શિક્ષક જેવી પોસ્ટ પર કામ કરતા લોકોને સારો પગાર મળે છે. સરેરાશ પગારની વાત કરીએ તો, અહીં કામ કરતા લોકોને 10 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીનો પગાર સરળતાથી મળી જાય છે. નેટવર્કીંગ કેનેડામાં નોકરી મેળવવામાં ઘણી મદદ કરે છે, તેથી યોગ્ય સ્ત્રોત શોધો અને પછી નોકરી માટે અરજી કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More