નવી દિલ્હી: કોરોનાની રસી (Corona Vaccine) ની કાગડોળે વાટ જોવાઈ રહી છે. આ બધા વચ્ચે કોરોનાની રસીની આશા રાખીને બેઠેલા લોકોને એક મોટો ઝટકો લાગ્યો છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સને (Johnson and Johnson) કોરોનાની રસી અંગે થઈ રહેલી પોતાની ક્લિનિકલ ટ્રાયલ પર અસ્થાયી રીતે રોક લગાવી છે. કંપની તરફથી સોમવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે ટ્રાયલમાં વોલેન્ટિયરમાં એક અસ્પષ્ટીકૃત બીમારી (unexplained illness) ના કારણે પોતાની ટ્રાયલને અસ્થાયી રીતે અટકાવી દીધી છે.
કોરોનાનો ઘટી રહ્યો છે પ્રકોપ! રસી વિશે સ્વાસ્થ્યમંત્રીએ આપી મહત્વની જાણકારી
જ્હોન્સન એન્ડ જ્હોન્સને કહ્યું કે ટ્રાયલમાં ભાગ લીધો છે એવા વોલેન્ટિયરની બીમારીની સમીક્ષા અને મૂલ્યાંકન એક સ્વતંત્ર ડેટા અને સુરક્ષા નિગરાણી બોર્ડની સાથે સાથે કંપનીના ક્લિનિકલ અને સુરક્ષા ચિકિત્સકો દ્વારા કરાઈ રહ્યા છે. કંપનીએ કહ્યું કે મોટા ટ્રાયલ કે જેમાં 10 હજારથી વધુ લોકો પર ટ્રાયલ થાય છે, તેમાં આવી અસ્થાયી રોક લાગતી રહે છે.
Johnson & Johnson is pausing all dosing in its coronavirus vaccine trials due to an unexplained illness in a study participant: Reuters
— ANI (@ANI) October 13, 2020
જ્હોન્સન એન્ડ જ્હોન્સને કહ્યું કે આ અભ્યાસ પર રોક લગાવવામાં આવી છે. તેને મેડિકલ સંબંધિત રેગ્યુલેટરી બોર્ડ તરફથી ટ્રાયલ રોકવા સંબંધે કોઈ મતલબ નથી. જ્હોનસન એન્ડ જ્હોન્સનનું પગલું એસ્ટ્રાજેનેકા પીએલસી જેવું જ છે. સપ્ટેમ્બરમાં AstraZeneca એ પોતાની વેક્સિનના અંતિમ તબક્કાની ટ્રાયલ પર રોક લગાવી હતી.
એસ્ટ્રાજેનેકાએ બ્રિટનમાં ટ્રાયલમાં ભાગ લઈ રહેલા એક સહભાગીમાં અસ્પષ્ટીકૃત બીમારીના કારણે પોતાની ટ્રાયલ પર રોક લગાવી હતી. જો કે યુકે, બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, અને ભારતમાં પરીક્ષણ ફરીથી શરૂ થઈ ગયા છે. પરંતુ અમેરિકામાં હજુ પણ ટ્રાયલ શરૂ થઈ શકી નથી.
Corona: કોરોના વાયરસથી કુંવારા લોકોમાં મૃત્યુનું જોખમ વધારે, એક રિચર્સમાં ખુલાસો
વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં ચેપી રોગોના પ્રોફેસર ડૉ.વિલિયમ શેફનરે ઈમેઈલ દ્વારા કહ્યું કે એસ્ટ્રાજેનેકા સાથે જે થયું તેનાથી દરેક જણ અલર્ટ છે. આ એક ગંભીર પ્રતિકૂળ ઘટના હશે. જો તે પ્રોસ્ટેટ કેન્સર, અનિયંત્રિત ડાયાબિટિસ કે હ્રદયરોગના હુમલા જેવું કઈંક હશે- તો તે કારણે ટ્રાયલ અટકી નહીં હોય.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે