કાબુલ: કાબુલમાં બ્રિટનની એક ખાનગી સુરક્ષા સંસ્થાના પરિસરમાં તાલિબાને ઘાત લગાવી હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જ્યારે 19 લોકો ઘાયલ થયા. અધિકારીઓએ મૃતકો તથા ઘાયલોની નાગરિકતાની ઓળખ કર્યા વગર બુધવારે આ જાણકારી આપી.
મોદી સરકારની મોટી કૂટનીતિક જીત, પાકિસ્તાનને તેના ખાસ મિત્ર દેશે જ આપ્યો મોટો આંચકો
ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી પરંતુ આશંકા વ્યક્ત કરી કે આ જાણકારીમાં ફેરફાર થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા વાહિદ મજરૂહે જણાવ્યું કે 10ના મોત થયા અને 19 ઘાયલોને ઘટનાસ્થળેથી બહાર કાઢવામાં આવ્યાં.
ગૃહમંત્રાલય અને પોલીસ બંનેએ કહ્યું કે કાર બોમ્બથી આ વિસ્ફોટ તે પરિસરને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્યો. જ્યાં બ્રિટિશ ખાનગી સુરક્ષા કંપની જી4એસનું કાર્યાલય છે. અફઘાન અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનાસ્થળ પર કોઈ પણ પ્રકારના જોખમની જાણકારી મેળવવા માટે પ્રયત્નો થઈ રહ્યાં છે. પરંતુ હુમલાની જવાબદારી લેનારા તાલિબાને એક ટ્વિટમાં કહ્યું કે હુમલા હજુ ચાલુ છે.
જી4એસ કંપનીની વેબસાઈટ મુજબ તેઓ કાબુલમાં બ્રિટનના વિદેશ કાર્યાલય માટે સુરક્ષાની વ્યવસ્થા કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે