કેનબેરા: ભારત સાથે નવા વેપાર કરારની ઉજવણી કરવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને શનિવારના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તેઓ ખીચડી બનાવતા જોવા મળી રહ્યા છે. જે તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીની મનપસંદ વાનગી છે
બંને દેશો વચ્ચે વેપાર સોદા
ભારત અને ઓસ્ટ્રેલિયાએ 2 એપ્રિલના એક આર્થિક સહયોગ અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેના અંતર્ગત કેનબેરા, કાપડ, ચામડું, ઘરેણા અને રમત સંબંધિત ઉત્પાદનો જેવા 95 ટકાથી વધારે ભારતીય સામાનને તેમના માર્કેટમાં ટેક્સ ફ્રી પ્રવેશ સુનિશ્ચિત કરશે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર
મોરિસને શનિવારના તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, ભારત સાથે અમારા નવા વેપાર સોદાની ઉજવણી કરવા માટે આજે રાત્રે મેં રાંધવા માટે જે કઢીની પસંદગી કરી છે. તે મારા પ્રિય મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રાંતની છે. જેમાં તેમની મનપસંદ ખીચડીનો પણ સમાવેશ કર્યો છે.
મોરિસનનો ખીચડી પ્રેમ
તેમણે તેમના પરિવારનો ઉલ્લેખ કરતા કહ્યું- જેન, દીકરીઓ અને માતા બધાએ તેની મંજૂરી આપી. તસવીર સાથે કરવામાં આવેલી પોસ્ટને 12 હજારથી વધુ લાઇક્સ અને 900 થી વધુ કોમેન્ટ્સ મળી ચૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક ઇન્ટરવ્યુમાં ખીચડી પ્રતિ તેમની રૂચિને વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે