Home> World
Advertisement
Prev
Next

Kim Kardashian એ છૂટાછેડાના ન્યૂઝ વચ્ચે પડાવ્યા એવા ફોટા કે, તમે પણ જોઈને કહેશો અરે બાપ રે..!!

કિમ કાર્દાશિયન એટલે ઈન્સ્ટાગ્રામ ક્વીન. 40 વર્ષીય અમેરિકન રિયાલિટી ટેલિવિઝન પર્સનાલિટી, સોશિયાલિટ, મોડલ, બિઝનેસવુમન, પ્રોડ્યુસર અને અભિનેત્રી કિમ કાર્દાશિયનના ઈન્સ્ટાગ્રામ પર 228 મિલિયન એટલે 22 કરોડ 80 લાખ ફોલોઅર્સ છે.

Kim Kardashian એ છૂટાછેડાના ન્યૂઝ વચ્ચે પડાવ્યા એવા ફોટા કે, તમે પણ જોઈને કહેશો અરે બાપ રે..!!

નવી દિલ્લીઃ કિમ કાર્દાશિયન એટલે ઈન્સ્ટાગ્રામ ક્વીન. 40 વર્ષીય અમેરિકન રિયાલિટી ટેલિવિઝન પર્સનાલિટી, સોશિયાલિટ, મોડલ, બિઝનેસવુમન, પ્રોડ્યુસર અને અભિનેત્રી કિમ કાર્દાશિયનના ઈન્સ્ટાગ્રામ પર 228 મિલિયન એટલે 22 કરોડ 80 લાખ ફોલોઅર્સ છે. તેણે હાલમાં ફરી એકવાર પોતાના ચાહકો માટે સિઝલીંગ ફોટોશૂટ કરાવ્યું છે અને તેના ફોટોસ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

fallbacks

fallbacks

સિઝલીંગ અંદાજમાં કિમ:
કીપિંગ અપ વિથ અ કાર્દાશિયનની સ્ટાર કિમ કાર્દાશિયને હાલમાં જ પોતાનું નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે હંમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી છે. છૂટાછેડાની જાહેરાત પછી કિમે પોતાને વ્યસ્ત કરી દીધી છે.

40 વર્ષે પણ એકદમ ફિટ છે કિમ:
40 વર્ષની કિમે બ્લેક કોર્સેટ અને ગ્રીન ફ્લેમ્સ પેન્ટ પહેર્યું છે. લેટેસ્ટ તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું હતું - લકી.

fallbacks

લાજવાબ મેચિંગ સેન્સ:
કિમના આ લુકને ગ્રીન રંગના સેન્ડલ કમ્પ્લીટ કરી રહ્યા છે. મેચિંગ સેન્સમાં કિમનો કોઈ જવાબ નથી. સાથે જ તે પોતાના લુકની સાથે એક્સ્પેરિમેન્ટ કરતી રહે છે.

60ના દાયકાની ફેશન પસંદ કરી:
ફોટોશૂટ માટે કિમ કાર્દાશિયને 1960ના દાયકાની મેકઅપ સ્ટાઈલ પસંદ કરી. તેની સાથે જ કિમ વેસ્ટ લેન્થનું હેર ક્સટેન્શનનો પણ ઉપયોગ કરવાનું ભૂલતી નથી.

fallbacks

આઘાતમાંથી બહાર આવવા કામ પર કર્યુ ફોકસ:
થોડાક સમય પહેલાં જ કિમે પોતાના સાત વર્ષના લગ્નજીવનને તોડી નાંખ્યું છે. જોકે પોતાના આ નિર્ણયથી કિમ વધારે ખુશ ન હતી. આ આઘાતમાંથી બહાર આવવા માટે તે વિવિધ પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.

કિમના ત્રીજા લગ્ન પણ ટકી શક્યા નહીં:
કિમના કેન્યે વેસ્ટ સાથે ત્રીજા લગ્ન હતા. સૌથી પહેલાં કિમે ડેમોન થોમસ સાથે 2000માં લગ્ન કર્યા હતા. ચાર વર્ષના લગ્નજીવન પછી કિમે 2011માં ક્રિસ હંપ્રિસ સાથે લગ્ન કર્યા. જે માત્ર 2 વર્ષ જ ચાલી શક્યા. કિમ પોતે સમજી શકતી નથી કે આખરે તેના તૂટી રહેલા લગ્નનું કારણ શું છે.

શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે...

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More