Home> World
Advertisement
Prev
Next

રશિયાની બ્યૂટી ક્વિન સાથે લગ્ન માટે શહેનશાહે પદ પરથી આપ્યું રાજીનામું

મલેશિયાનાં સુલ્તાને પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. દેશનાં ઇતિહાસમાં આ પ્રકારનો પહેલો આવો કિસ્સો છે. શાહી અધિકારીઓએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. સુલ્તાન મોહમ્મદ પંચમનાં રાજીનામા અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર આખરે વિરામ લાગ્યો છે. તેઓ ડોક્ટરી રજા પર ગયા બાદથી જ તેમનાં રાજીનામા અંગે ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા. 

રશિયાની બ્યૂટી ક્વિન સાથે લગ્ન માટે શહેનશાહે પદ પરથી આપ્યું રાજીનામું

કુઆલાલંપુર : મલેશિયાનાં સુલ્તાને પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. દેશનાં ઇતિહાસમાં આ પ્રકારનો પહેલો આવો કિસ્સો છે. શાહી અધિકારીઓએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. સુલ્તાન મોહમ્મદ પંચમનાં રાજીનામા અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર આખરે વિરામ લાગ્યો છે. તેઓ ડોક્ટરી રજા પર ગયા બાદથી જ તેમનાં રાજીનામા અંગે ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા. 

fallbacks

1957માં બ્રિટીશ સત્તાથી છુટ્યા બાદ મુસ્લિમ બહુમતીવાળા દેશમાં કોઇ સુલ્તાને રાજીનામું આપ્યું હોવાનો આ પ્રથમ કિસ્સો છે. અત્રે ઉલ્લેખીય છે કે, સુલ્તાન શાહે નવેમ્બરની શરૂઆતમાં બે અઠવાડીયાની રજા લીધી હતી. ત્યાર બાદ અફવા ફેલાવા લાગી હતી કે તેમણે રશિયાની એક પૂર્વ બ્યૂટી ક્વિન સાથે લગ્ન કરી લીધા છે.

રોયલ હાઉસ હોલ્ડનાં નિયંત્રક વાન અહેમદ દહલાન અબ્દુલ અજીજે હસ્તાક્ષરવાળા એક નિવેદનમાં કહેવાયું કે, શાહ મલેશિયાની જનતાને કહે છે કે એકતા, સહનશીલતા અને મળીને કામ કરવા માટે એક રહે. તેમાં તે નથી જણાવવામાં આવ્યું કે, 49 વર્ષીય શાહે પદ પરથી રાજીનામું શા માટે આપ્યું ?

ઉલ્લેખનીય છે કે, સુલ્તાન મોહમ્મદ પંચમ ડિસેમ્બર, 2016માં ગાદી પર બેઠા હતા. નવેમ્બરમાં મેડિકલ સારવાર માટે રજા પર ગયા બાદ સોશિયલ મીડિયા પર તેમનાં રાજીનામાનાં સમાચારો આવી રહ્યા હતા. જેમાં રાજીનામા ઉપરાંત તેમનાં રશિયામાં લગ્નની અફવા પણ ફેલાઇ રહી હતી. સુલ્તાને પૂર્વ મિસ મોસ્કો સાથે લગ્ન કરી લીધા છે. જો કે આ કથિત લગ્ન અંગે શાહી અધિકારીઓ દ્વારા કોઇ જ ટીપ્પણી કરવામાં નથી આવી.સુલ્તાનનાં સ્વાસ્થય અંગે પણ કોઇ જ માહિતી આપવામાં નથી આવી. 

જો કે મલેશિયાની શાસન વ્યવસ્થામાં સુલ્તાનની ભુમિકા માત્ર દેખાવ પુરતી અને ઔપચારિક જ હોય છે પરંતુ ઇસ્લામિક રાજાશાહીને ખાસ કરીને મુસ્લિમ મલય સમાજમાં તેને ખુબ જ ઇજ્જતની નજરથી જોવામાં આવે છે. આ કારણે તેની કોઇ પણ પ્રકારની આલોચના જાહેર રીતે વર્જીત છે. લાંબા સમયથી જાહેર જીવનથી દુર સુલ્તાનનાં ભવિષ્ય અંગે ક્યાસ આ અઠવાડીયે તે સમયે જોર પકડવા લાગી જ્યારે દેશનાં ઇસ્લામિક રોયલ્સે આ અંગે વિશેષ બેઠક બોલાવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More