Home> World
Advertisement
Prev
Next

હવે આ મુસ્લિમ દેશમાં બનશે મંદિર, પયગંબર વિવાદમાં નોંધાવ્યો હતો વિરોધ

આ વર્ષે એક ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહરીન યાત્રા દરમિયાન આ મંદિરના નિર્માણને લઈને બહરીને જમીનને ભેટના રૂપમાં આપવાની જાહેરાત કરી હતી. 

હવે આ મુસ્લિમ દેશમાં બનશે મંદિર, પયગંબર વિવાદમાં નોંધાવ્યો હતો વિરોધ

નવી દિલ્હીઃ પાછલા દિવસોમાં ભારતમાં પયગંબર મોહમ્મદને લઈને ચાલી રહેલા વિવાદમાં બહરીને ભલે વિરોધ વ્યક્ત કર્યો હોય પરંતુ તેમ લાગે છે કે વિવાદની અસર ભારત અને બહરીનના સંબંધો પર પડી નથી. કારણ કે બહરીનમાં પ્રસ્તાવિત હિન્દુ મંદિરનું નિર્માણ જલદી શરૂ થવાનું છે. આ કડીમાં આ પ્રોજેક્ટના પ્રતિનિદિઓએ મુલાકાત કરતા તેને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આ મુલાકાતમાં બહરીનમાં ભારતીય રાજદૂત પીયૂષ શ્રીવાસ્તવ પણ હાજર હતા. 

fallbacks

હકીકતમાં બહરીનના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફાએ મંગળવારે સ્વામી બ્રહ્મવિહારીદાસ અને BAPS સ્વામીનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બહરીનમાં બનનારા સ્વામીનારાયણ હિન્દુ મંદિરના નિર્માણને લઈને ચર્ચા થઈ છે. આ વર્ષે એક ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહરીન યાત્રા દરમિયાન આ મંદિરના નિર્માણને લઈને બહરીને જમીનૃ ભેટના રૂપમાં આપવાની જાહેરાત કરી હતી. 

આ સાથે યૂએઈ બાદ બહરીન મધ્યપૂર્વનો બીજો દેશ હશે, જ્યાં ભવ્ય હિન્દુ મંદિર બનશે. અબૂધાબી સ્થિત હિન્દુ મંદિરના પ્રમુખ પૂજ્ય બ્રહ્માવિહારી સ્વામી અને સ્વામીનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળે મનામામાં શાહી મહેલમાં ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી હતી. બહરીન મધ્યપૂર્વનો બીજો દેશ છે, જ્યાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરશે. મંદિરના નિર્માણ માટે બહરીન સરકારે જમીન દાન કરી છે. 

આ પણ વાંચોઃ અમેરિકામાં હચમચાવી દેતી ઘટના, એક ટ્રકમાં મળ્યા 46 મૃતદેહ, ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસવાની શંકા

ક્રાઉન પ્રિન્સ તરફથી મંદિર નિર્માણ માટે જમીન મળ્યા બાદ બ્રહ્માવિહારી સ્વામીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક સંદેશ પણ આપ્યો જેમાં પીએમ મોદીએ આ ઐતિહાસિક ઘટનાનું સ્વાગત કર્યું છે. સ્વામીએ કહ્યું કે અમે જમીનના રૂપમાં આ ઐતિહાસિક ભેટ મળવા પર બહરીનના ક્રાઉન પ્રિન્સ અને ભારતના પ્રધાનમંત્રીના આભારી છીએ. આ બંને દેશ વચ્ચેના મધૂર સંબંધને દર્શાવે છે. 

બેઠક બાદ સ્વામી બ્રહ્મવિહારીએ કહ્યુ કે બહરીનમાં બનનાર આ મંદિર તે તમામ ધર્મોના લોકોનું સ્વાગત કરશે જે ભારતીય પરંપરાઓને જાણવા અને સમજવા ઈચ્છે છે અને વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગતિવિધિઓ માટે જગ્યા રાખે છે. તેમણે આ મંદિરના સાકાર થવાને લઈને ક્રાઉન પ્રિન્સ અને ભારતના પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More