Home> World
Advertisement
Prev
Next

Canada-India Relation: કેનેડાની ટ્રુડો સરકારે જે ભારતીય ડિપ્લોમેટને નિષ્કાસિત કર્યા, જાણો તેમના વિશે 

ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યા મામલે બે દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારત અને કેનેડા આમને સામને આવી ગયા છે. કેનેડાની સંસદમાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ જે ઓફિસર પર આરોપ લગાવ્યો તેમનું નામ પણ લીક કરી દેવાયું છે.

Canada-India Relation: કેનેડાની ટ્રુડો સરકારે જે ભારતીય ડિપ્લોમેટને નિષ્કાસિત કર્યા, જાણો તેમના વિશે 

ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યા મામલે બે દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારત અને કેનેડા આમને સામને આવી ગયા છે. કેનેડાની સંસદમાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ જે ઓફિસર પર આરોપ લગાવ્યો તેમનું નામ પણ લીક કરી દેવાયું છે. આઈપીએસ અધિકારીનું નામ પવનકુમાર રાય છે. તેઓ 1997 બેચના પંજાબ કેડરના આઈપીએસ અધિકારી છે અને હાલ કેનેડામાં RAW માં સ્ટેશન પ્રમુખ તરીકે કાર્યરત હતા. 

fallbacks

અત્રે જણાવવાનું કે ભારતે મંગળવારે ખાલિસ્તાની આતંકવાદીની હત્યા મામલે ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આરોપોને ફગાવી દીધા અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના આરોપોને પાયાવિહોણા અને પ્રેરિત ગણાવ્યા. એટલું જ નહીં જેવા સાથે તેવા જેવી કાર્યવાહી ક રતા એક વરિષ્ઠ કેનેડિયન ડિપ્લોમેટને પણ પાંચ દિવસની અંદર ભારત છોડવાનું ફરમાન કરવામાં આવ્યું છે. હાલ આ મામલે બંને વચ્ચે તણાવ વધી રહ્યો છે. જો કે ભારતે જે ડિપ્લોમેટને જવાનું કહ્યું તેનું નામ જણાવ્યું નથી. જાણકારોનું કહેવું છે કે નવી દિલ્હીમાં કેનેડિયન ગુપ્તચર એજન્સીના પ્રમુખ ઓલિવિયર સિલ્વેસ્ટર પર કાર્યવાહી કરાઈ છે. 

કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર છે આઈપીએસ પવનકુમાર રાય
આઈપીએસ અધિકારી પવનકુમાર રાય 1 જુલાઈ 2010થી કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર હતા. ડિસેમ્બર 2018માં તેમને વિદેશ મંત્રાલય (MEA) ના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરાયા હતા અને તેમણે કેબિનેટ સચિવાલયના ડાયરેક્ટર તરીકે પણ કાર્ય કર્યું. પોતાની કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પહેલા તેમણે પંજાબના અમૃતસરમાં સીઆઈડી પોલીસ અધિક્ષક તરીકે જવાબદારી સંભાળી. બાદમાં જુલાઈ 2008માં તેમને જલંધરમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક તરીકે કાર્યભાર સોંપાયો. રાયને આઈજી પોલીસના પદની જવાબદારી સોંપાઈ અને જાન્યુઆરી 2023 માં એડીજીપી તરીકે પદભાર સોંપાયો. તેમણે શિક્ષણમાં બીટેક કર્યું છે અને ઓક્ટોબર 2020 સુધી સેવાકાળમાં છે. 

કેનેડા સરકારે લીક કર્યું નામ
કેનેડિયન બ્રોડકાસ્ટર સીબીસી ન્યૂઝ મુજબ વિદેશ મંત્રી મેલાની જોલીના કાર્યાલયે કહ્યું કે જે રાજનયિકને કેનેડા છોડવાનું કહેવાયું તેઓ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ના પ્રમુખ પવનકુમાર રાય છે. ભારતીય ડિપ્લોમેટના નિષ્કાસનની સાર્વજનિક જાહેરાતને દુર્લભ કેસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કારણ કે સામાન્ય રીતે આવા મામલા વિવેકપૂર્ણ રીતે સંભાળવામાં આવતો હોય છે. 

નિજ્જરની જૂનમાં થઈ હતી હત્યા
અત્રે જણાવવાનું કે હરદીપસિંહ નિજ્જરને ભારતની સુરક્ષા એજન્સીઓએ ભાગેડુ અને આતંકવાદી જાહેર કર્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી તરફથી નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. 18 જૂન 2023ના રોજ નિજ્જરની બ્રિટિશ કોલમ્બિયામાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More