Home> World
Advertisement
Prev
Next

Korea Plane Crash :  પ્લેન ક્રેશ થયું તે પહેલા મુસાફરે પરિવારને મોકલ્યો એવો મેસેજ...વાંચીને હોશ ઉડી ગયા, શું આ હતું દુર્ઘટનાનું કારણ?

દક્ષિણ કોરિયામાં રવિવારે સવારે દુખ અને શોકનો માહોલ છવાઈ ગયો કારણ કે અહીં 181 લોકો જે પ્લેનમાં સવાર હતા તે પ્લેન મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું અને 179 લોકોના જીવ ગયા. આ વિમાનમાં એક વ્યક્તિ એવો પણ હતો જેને પહેલેથી જ પોતાના મોતનો આભાસ થઈ ગયો હતો અને તેણે પ્લેનની અંતરથી એક એવો મેસેજ મોકલ્યો કે જેને વાંચીને પરિજનોના હોશ ઉડી ગયા. 

Korea Plane Crash :  પ્લેન ક્રેશ થયું તે પહેલા મુસાફરે પરિવારને મોકલ્યો એવો મેસેજ...વાંચીને હોશ ઉડી ગયા, શું આ હતું દુર્ઘટનાનું કારણ?

દક્ષિણ કોરિયામાં રવિવારે સવારે દુખ અને શોકનો માહોલ છવાઈ ગયો કારણ કે અહીં 181 લોકો જે પ્લેનમાં સવાર હતા તે પ્લેન મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું અને 179 લોકોના જીવ ગયા. વિમાન રનવે પરથી સરકીને બાઉન્ડ્રી ફેન્સ સાથે અથડાયું અને જોરદાર ધડાકા સાથે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. અકસ્માતમાં 2 લોકો નસીબદાર નીકળ્યા કારણ કે તેઓ બચી ગયા. બાકીના 179 લોકો મોતના મુખમાં પહોંચી ગયા. 

fallbacks

આ અકસ્માત બાદ પીડિત લોકોના પરિવારજનો અને મિત્રો એરપોર્ટ પર પહોંચવા માંડ્યા હતા. અનેક પરિવારો પોતાના પ્રિયજનોની શોધમાં આમતેમ રઘવાયા થઈને દોડી રહ્યા હતા. આ વિમાનમાં એક વ્યક્તિ એવો પણ હતો જેને પહેલેથી જ પોતાના મોતનો આભાસ થઈ ગયો હતો અને તેણે પ્લેનની અંતરથી એક એવો મેસેજ મોકલ્યો કે જેને વાંચીને પરિજનોના હોશ ઉડી ગયા હતા અને તેઓ ભાગતા  ભાગતા એરપોર્ટ પહોંચી ગયા. 

શું હતું તે મેસેજમાં
મીડિયા રિપોર્ટ મુજબ એરપોર્ટ પર હાજર એક પરિવારે જણાવ્યું કે અકસ્માતની ગણતરીની પળો પહેલા પ્લેનમાં સવાર એક વ્યક્તિનો મેસેજ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે એક પક્ષી વિમાનની પાંખમાં ફસાઈ ગયું છે. વિમાન દુર્ઘટનાની બરાબર પહેલા સવારે 9 વાગે મોકલાયેલા આ સંદેશામાં લખ્યું હતું કે, પાંખમાં પક્ષી ફસાઈ ગયું છે અને અમે લેન્ડ કરી શકતા નથી. 

ધ કોરિયા ટાઈમ્સના રિપોર્ટ મુજબ જ્યારે એ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે આ કેટલીવાર પહેલા બન્યું તો તેણે લગભગ મિનિટ બાદ જવાબ આપતા કહ્યું કે, "બસ હમણા જ...શું હું મારી વસિયત બનાવી દઉ?"

ઘટના વીડિયોમાં કેદ
આ ઘટનાનો એક વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિમાન રનવેથી સરકીને એરપોર્ટની બાઉન્ડ્રી વોલ સાથે અથડાતું જોવા મળે છે. વીડિયોમાં એ પણ જોવા મળે છે કે લેન્ડિંગના થોડા સમય પહેલા વિમાનની પાંખમાં પક્ષી ટકરાવવાના કારણે આગ લાગી. 

પક્ષી અથડાવવાના કારણે લેન્ડિંગ ગીયર ફેલ?
પ્રાથમિક તપાસમાં એવો અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો છે કે પક્ષી અથડાવવાથી વિમાનનું લેન્ડિંગ ગીયર ફેલ થઈ ગયું જેના કારણે આ દુર્ઘટના ઘટી. આ અકસ્માતે આખા દેશને હચમચાવી દીધો. દ.કોરિયામાં આ અકસ્માતે પરિજનો અને નાગરિકો વચ્ચે ભારે શોકની લાગણી ફેલાવી દીધી છે. મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત થઈ રહી છે. આ દુખદ ઘટનાની વિસ્તૃત તપાસ થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More