Home> World
Advertisement
Prev
Next

કુવૈતના શેખ સબાહ અલ અહમદનું નિધન, પીએમ મોદી બોલ્યા- ભારતે એક નિકટના મિત્ર ગુમાવ્યા


 કુવૈતના વર્તમાન શાસક શેખ સબાહ અલ અહમદ અલ સબાહનું મંગળવારે 91 વર્ષની ઉંમરે નિધન થયુ છે. જુલાઈથી કુવૈતી શેખની સારવાર અમેરિકાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. 
 

કુવૈતના શેખ સબાહ અલ અહમદનું નિધન, પીએમ મોદી બોલ્યા- ભારતે એક નિકટના મિત્ર ગુમાવ્યા

કુવૈત સિટીઃ કુવૈતના વર્તમાન શાસક શેખ સબાહ અલ અહમદ અલ સબાહનું મંગળવારે 91 વર્ષની ઉંમરે નિધન થયુ છે. જુલાઈથી કુવૈતી શેખની સારવાર અમેરિકાની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. 1990ના ખાડી યુદ્ધ બાદ શેખ સબાહ અમેરિકાના નજીકના નેતા હતા. તેમના નિધન બાદ દેશની અસ્થાયી શક્તિઓ તેમના નાના ભાઈ શેખ નવાફ અલ અહમદ અલ સબાને આપવામાં આવી છે. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા કહ્યુ કે, ભારતે આજે એક નિકટના મિત્ર ગુમાવી દીધા છે. 

fallbacks

2019થી હતા બીમાર
શાહી પરિવારના પ્રભારી મંત્રી શેખ અલી જર્રાહ અલ-સબાહે શેખ સબાહ અલ અહમદ અલ સબાહના નિધનની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવ્યું કે, 2019થી તેમની તબીયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમની સારવાર કુવૈતની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. સર્જરી માટે જુલાઈમાં તેમને અમેરિકી એરફોર્સ સી-17 ગ્લોબમાસ્ટર દ્વારામિનેસોટાના મેયો ક્લિનિકમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. 

કુવૈતની વિદેશ નીતિના હતા વાસ્તુકાર
1929મા જન્મેલા શેખ સબાને આધુનિક કુવૈતની વિદેશ નીતિના વાસ્તુકારના રૂપમાં ઓળખવામા આવે છે. પ્રધાનમંત્રી બન્યા પહેલા તેમણે 1963થી 2003 વચ્ચે આશરે 0 વર્ષો સુધી વિદેશ મંત્રીના રૂપમાં કાર્ય કર્યું હતું. શેખ જાબેર અલ સબાના મૃત્યુ બાદ જાન્યુઆરી 2006મા કુવૈતના અમીર બન્યા હતા. 

શેખના પિતરાઈ ભાઈ બન્યા શાસક
શેખ સબાહના નિધન બાદ તેમના પિતરાઈ ભાઈ ક્રાઉન પ્રિન્સ નવાફ અલ-અહમદ અલ-સબાહને ઈ, દેશના બંધારણ અનુસાર નવા શાસક નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની ઉંમર પણ 83 વર્ષ આસપાસ છે. પ્રિન્સ નવાફ કુવૈતના મોટા રાજનેતા છે. તેમણે દાયકાઓ સુધી રક્ષા અને આંતરીક વિભાગો સહિત ઘણા ઉચ્ચ પદો સંભાળ્યા છે. 

પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુખ, કહ્યુ- ભારતે નજીકના મિત્ર ગુમાવ્યા

શેખ સબાહના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આજે કુવૈત અને અરબ દુનિયાના એક પ્રિય નેતા, ભારતે એક નિકટના મિત્ર અને દુનિયાએ એક મહાન રાજનેતા ગુમાવ્યા છે. તેમણે ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી અને કુવૈતમાં હંમેશા ભારતીય સમુદાયનું વિશેષ ધ્યાન રાખ્યુ. પીએમ મોદીએ બીજા ટ્વીટમાં લખ્યુ કે કુવૈત રાજ્યના અમીર શાસક શેખ સબા અલ-અહમદ અલ-જબર અલ-સબાના નિધન પર મારી હાર્દિક સંવેદના. દુખની આ ઘડીમાં અમારી સંવેદના અલ-સબા પરિવાર અને કુવૈત રાજ્યના લોકો સાથે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More