Home> World
Advertisement
Prev
Next

EXCLUSIVE: 'લેબનોનના હ્રદયમાં ગોળી મારવામાં આવી' બૈરૂતથી WIONનો ગ્રાઉન્ડ રિપોર્ટ 

છેલ્લા કેટલાક મહિનાઓથી લેબનોન ( Lebanon Blast) અનેક ભયાનક કારણોને લીધે ન્યૂઝમાં છે અને હાલમાં જ બેરૂત પોર્ટ પર થયેલા ભીષણ વિસ્ફોટે તેના હાલાત વધુ ખરાબ કરી નાખ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 137 લોકોના જીવ ગયા છે અને 5000 જેટલા લોકો ઘાયલ થયા છે. 

EXCLUSIVE: 'લેબનોનના હ્રદયમાં ગોળી મારવામાં આવી' બૈરૂતથી WIONનો ગ્રાઉન્ડ રિપોર્ટ 

બૈરૂત: છેલ્લા કેટલાક મહિનાઓથી લેબનોન ( Lebanon Blast) અનેક ભયાનક કારણોને લીધે ન્યૂઝમાં છે અને હાલમાં જ બેરૂત પોર્ટ પર થયેલા ભીષણ વિસ્ફોટે તેના હાલાત વધુ ખરાબ કરી નાખ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 137 લોકોના જીવ ગયા છે અને 5000 જેટલા લોકો ઘાયલ થયા છે. 

fallbacks

લેબનોનના પત્રકાર કરોલ યામિને દેશની રાજધાની બૈરૂતમાં WION માટે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા જણાવ્યું કે 'તબાહીથી થયેલા નુકસાનને વર્ણવી શકાય તેવું નથી.' તેમના જણાવ્યાં મુજબ આ નુકસાન એટલા માટે પણ પરેશાન કરનારું છે કારણ કે લેબનોન પહેલેથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું. તેઓ આગળ કહે છે કે 'હોસ્પિટલોએ હાથ ઊંચા કરી દીધા છે. જેનું કારણ આ વિસ્ફોટ નહીં પરંતુ કોરોના મહામારીના કારણે જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે તેના લીધે.'

યામિને કહ્યું કે 'માત્ર હોસ્પિટલો જ નહીં પરંતુ આ વિસ્ફોટથી બેરૂતના તમામ બિઝનેસ ખુબ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. કારણ કે બૈરૂત તમામ ચીજોનું કેન્દ્ર છે, રેસ્ટોરા અને નાઈટલાઈફનું પણ. તેઓ આગળ કહે છે કે આ લેબનોનનું હ્રદય છે અને સીધી રીતે હ્રદયમાં ગોળી મારવામાં આવી છે.'

યામિન દેશના આર્થિક હાલાત અંગે જણાવે છે કે દેશ કેટલા ખરાબ દોરમાં છે અને આ ધડાકાના કારણે તે વધુ ખરાબ સ્થિતિમાં સરી પડશે. તેમણે કહ્યું કે જે લોકો બચી ગયા છે તેમના ઘર વિખરાઈ ગયા છે અને જે લોકો પેટનો ખાડો પૂરવા માટે પણ સંઘર્ષ કરે છે, આ નવીનિકરણનું કામ તેમની ઈજામાં અને અપમાનમાં હજુ વધારો કરશે.

યામિને કહ્યું કે હોસ્પિટલ પહેલેથી જ ભરાયેલા છે એવામાં ઓછા ઘાયલ લોકોને કહેવાયું છે કે તેઓ હોસ્પિટલમાં ન આવે. જો કે તેમણે જણાવ્યું કે અનેક દેશોથી મદદ મળી રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના પ્રવાસથી પણ લોકોના મનમાં આશા જાગી છે. 

જુઓ LIVE TV

યામિનના જણાવ્યાં મુજબ કેવી રીતે બીજા દેશોના અને ફ્રાન્સથી મળનારી મદદને યોગ્ય રીતે ઉપયોગમાં લેવાશે તે અંગે લોકોને પોતાની સરકાર પર ભરોસો નથી. તેના ઉપર પણ તેઓ નજર રાખશે. યામિને લેબનાની લોકોના સ્વયંસેવી કાર્યોના પણ વખાણ કર્યાં કે કેવી રીતે તેઓ રસ્તાઓ પર ઉતરીને કાટમાળ વગેરે સાફ કરવામાં લાગ્યા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More