Home> World
Advertisement
Prev
Next

હવે આ બે દેશો વચ્ચે તણાવ, અપાયા હુમલાના આદેશ 

લીબિયાના શક્તિશાળી ખલીફા હફ્તારે સુરક્ષા દળોને દેશની જળ સીમાની અંદર તુર્કીના પાણીના જહાજ અને નૌકાઓ પર હુમલો કરવાના આદેશ આપ્યાં છે.

હવે આ બે દેશો વચ્ચે તણાવ, અપાયા હુમલાના આદેશ 

બેનગાઝી: લીબિયાના શક્તિશાળી ખલીફા હફ્તારે સુરક્ષા દળોને દેશની જળ સીમાની અંદર તુર્કીના પાણીના જહાજ અને નૌકાઓ પર હુમલો કરવાના આદેશ આપ્યાં છે. ખલીફાના પ્રવક્તા જનરલ અહેમદ અલ મેસમારીએ શુક્રવારે આ જાણકારી આપતા તુર્કી પર  લીબિયા સંકટમાં તેમના વિરોધીઓને મદદ કરવાનો આરોપ  લગાવ્યો. 

fallbacks

fallbacks

અહેમદે કહ્યું કે વાયુસેનાને લીબિયાઈ જળસીમામાં તુર્કીના જહાજો અને નૌકાઓ પર હુમલો કરવાના આદેશ આપ્યાં છે. તેમણે કહ્યું કે લીબિયામાં સશસ્ત્ર દળો દ્વારા તુર્કીની કંપનીઓ અને પરિયોજનાઓને નિશાન બનાવવાનું જરૂરી ગણાઈ રહ્યું છે. 

જુઓ LIVE TV

હફ્તારની સ્વયંભૂ લીબિયન નેશનલ આર્મીનું લીબિયાના પૂર્વ અને મોટાભાગના દક્ષિણ ભાગ પર નિયંત્રણ છે. તેણે ત્રિપોલી પર નિયંત્રણ કરવા માટે એપ્રિલમાં હુમલો કર્યો હતો. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More