Home> World
Advertisement
Prev
Next

20 ફૂટના ખતરનાક અજગર સાથે રમી રહી હતી નાનીકડી બાળકી, ગેરંટી સાથે Video જોઈ તમારા રૂવાટા ઉભા થશે

બાળકીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ચોંકાવવા માટે પૂરતો છે. વીડિયોમાં 6-7 વર્ષની છોકરી 20 ફૂટથી વધુ મોટા અને ભારે અજગર સાથે રમતી જોવા મળી રહી છે. આ વીડિયોને જોયા બાદ લોકોના રૂવાટા ઉભા થઈ રહ્યા છે.

20 ફૂટના ખતરનાક અજગર સાથે રમી રહી હતી નાનીકડી બાળકી, ગેરંટી સાથે Video જોઈ તમારા રૂવાટા ઉભા થશે

Viral Video: સાપના બચ્ચાઓને જોઈને પણ ભલભલા માણસોને પરસેવો વળી જાય છે, પરંતુ કોઈ દિવસ તમારી સામે મોટો અજગર આવી જાય તો તમારા છક્કા છૂટી જાય છે. પરંતુ આજે અમે તમને સોશિયલ મીડિયા પર એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. જેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. વીડિયોમાં એક નાની બાળકી મોટા અજગર સાથે રમતી જોવા મળી રહી છે.

fallbacks

અજગર સાથે રમતી જોવા મળી 6-7 વર્ષની બાળકી
બાળકીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ચોંકાવવા માટે પૂરતો છે. વીડિયોમાં 6-7 વર્ષની છોકરી 20 ફૂટથી વધુ મોટા અને ભારે અજગર સાથે રમતી જોવા મળી રહી છે. આ વીડિયોને જોયા બાદ લોકોના રૂવાટા ઉભા થઈ રહ્યા છે. જો કે નાના બાળકો માટે કહેવામાં આવે છે કે તેઓ પ્રાણીઓ અને ખતરનાક વસ્તુઓને જોઈને ડરી જાય છે, પરંતુ આ વીડિયો આ વાતને સંપૂર્ણપણે ખોટી સાબિત કરી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક 6-7 વર્ષની બાળકી બેઠી છે, ત્યારે જ તેની સામે 20-22 ફૂટનો અજગર આવે છે. જો આવો અજગર તમારી સામે આવી જાય તો તમારી સિટ્ટી પિટ્ટી ગુમ થઈ જાય છે. પરંતુ બાળકી જરા પણ ડરતી નથી અને આગળ શું થાય છે તે જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અજગરને જોઈને યુવતી બિલકુલ ડરતી નથી.

છોકરીને જોઈને અજગર બદલી નાખે છે પોતાનો રસ્તો 
તમે જોઈ શકો છો કે બાળકી ઉલ્ટું અજગરનો જ રસ્તો રોકી નાંખે છે અને તેની સામે ઉભી રહી જાય છે. બીજી તરફ, અજગર પણ પેલી બાળકીની હિંમત સામે હારી ગયેલો દેખાય છે અને તે છોકરીને કંઈ કરતો નથી, પરંતુ પોતાનો રસ્તો બદલીને બીજી તરફ જવાનું શરૂ કરે છે. ત્યારબાદ, બાળકી આગળ વધે છે અને તેની સાથે રમવાનું શરૂ કરે છે અને તેના પર સૂઈ જાય છે. યુવતીની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જુઓ વિડિયો-

વીડિયોમાં જે રીતે છોકરી અજગર સાથે રમતી જોવા મળી રહી છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે બંને ખૂબ જ નજીકના મિત્રો છે. છોકરી પણ અજગર પર હાથ ફેરવે છે. આ દરમિયાન અજગર નાની બાળકીને નુકસાન પહોંચાડતો નથી. વીડિયો જોઈને લોકો બાળકીની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર snake._.world નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More