Home> World
Advertisement
Prev
Next

Luxembourg : જાહેર પરિવહન મફત કરનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો

2020થી દેશમાં જાહેર પરિવહન સેવાઓનું(Public Transport) ભાડું(Fair) સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાશે અને ટિકિટની ખરીદી(Tickets Purchase) માટે કેટલાક નિયમો બનાવવામાં આવશે. આ સાથે જ જાહેર પરિવહનમાં મુસાફરી(Commuters) કરનારા લોકોને ટેક્સમાં રાહત આપવાનું પણ સરકાર વિચારી રહી છે. 

Luxembourg : જાહેર પરિવહન મફત કરનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો

લક્ઝમ્બર્ગઃ લક્ઝમ્બર્ગ(Luxembourg) દુનિયાનો પ્રથમ દેશ(First Country) બની ગયો છે, જ્યાં તમામ જાહેર પરિવહન મફત(Free Public Transport) કરી દેવાયું છે. નવા અને ફરીથી ચૂંટાયેલા વડાપ્રધાન ઝેવીયર બીટલ અને તેમની ગઠબંધન સરકારે જાહેરાત કરી છે કે તેઓ આગામી ઊનાળાથી તમામ ટ્રેન, ટ્રામ અને બસમાં ભાડું લેવાનું બંધ કરી દેશે. આમ કરવા પાછળનો હેતુ દેશની કાર્બન ફૂટપ્રિન્ટમાં(Carbon Footprint) ઘટાડો કરવાનો અને દેશમાં જે ગીચ ટ્રાફિકની સમસ્યા પેદા થઈ છે તેમાંથી છુટકારો મેળવવાનો છે. બીજું મુખ્ય કારણ એ છે કે, યુરોપિયન સંઘમાં(European Union) લક્ઝમ્બર્ગ(Luxembourg) દેશમાં કારની સંખ્યા સૌથી વધુ છે. 

fallbacks

લક્ઝમ્બર્ગ જમીનથી ત્રણ દેશ બેલ્જિયમ(Belgium), જર્મની(Germany) અને ફ્રાન્સથી(France) ઘેરાયેલો છે. લક્ઝમ્બર્ગમાં પડોશી દેશમાંથી કામકાજ માટે લગભગ 4 લાખ લોકો દરરોજ મુસાફરી કરીને આવે છે. આ વર્ષે લક્ઝમ્બર્ગે 20 વર્ષથી નીચેના યુવાનો માટે જાહેર પરિવહન મફત કરી દીધું હતું. આ ઉપરાંત સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પણ ઘરેથી સ્કૂલ અને સ્કૂલેથી ઘરે આવવા માટેની પરિવહન સેવા મફત કરી દેવાઈ હતી.  

UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મહિલાઓ વિરુદ્ધ હિંસા સમાપ્ત કરવા કર્યો આગ્રહ

અનેક સમસ્યાઓ વિશે અમદાવાદ (Ahmedabad)ના વિદ્યાર્થીઓ (Students) સાથે સીધી વાત જુઓ વીડિયો...

ગાર્ડિયનમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર ટ્રેનના ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરનારા લોકો અંગેનો નિર્ણય લેવાનો હજુ બાકી છે. મુસાફરોએ હવે દેશમાં કોઈ પણ સ્થળે બે કલાક સુધીની મુસાફરી માટે માત્ર 2 યુરો ચૂકવવાના રહેશે. 2020થી દેશમાં જાહેર પરિવરન સેવાઓનું ભાડું સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાશે અને ટિકિટની ખરીદી માટે કેટલાક નિયમો બનાવવામાં આવશે. આ સાથે જ જાહેર પરિવહનમાં મુસાફરી કરનારા લોકોને ટેક્સમાં રાહત આપવાનું પણ સરકાર વિચારી રહી છે. 

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More