Home> World
Advertisement
Prev
Next

કોણ છે મિસ્ટર સિન્હા...જેમની એક ટ્વીટથી થઈ ગયું ભારત વિરુદ્ધ માલદીવ? શું છે તેમનું ગુજરાત કનેક્શન

ભારત અને માલદીવ વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. માલદીવના 3 મંત્રીઓ તરફથી ભારત અને પીએમ મોદી અંગે આપત્તિજનક ટ્વીટ કરવામાં આવી. ત્યારબાદ બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ બધુ આખરે થયું કેવી રીતે?

કોણ છે મિસ્ટર સિન્હા...જેમની એક ટ્વીટથી થઈ ગયું ભારત વિરુદ્ધ માલદીવ? શું છે તેમનું ગુજરાત કનેક્શન

ભારત અને માલદીવ વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે. માલદીવના 3 મંત્રીઓ તરફથી ભારત અને પીએમ મોદી અંગે આપત્તિજનક ટ્વીટ કરવામાં આવી. ત્યારબાદ બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ બધુ આખરે થયું કેવી રીતે? વાત જાણે એમ છે કે પીએમ મોદીએ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લક્ષદ્વીપની મુલાકાત કરી હતી. તેમના આ પ્રવાસના એક વીડિયોને રાજનીતિક ટિપ્પણીકાર રોશન સિન્હાએ એક્સ પર મિસ્ટર સિન્હા નામના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો. તેમણે લખ્યું કે શાનદાર ચાલ! માલદીવની નવી ચીની કઠપુતળી સરકાર માટે એક મોટો ઝટકો છે. આ સાથે જ તેનાથી લક્ષદ્વીપને પર્યટન તરીકે પ્રોત્સાહન મળશે. 

fallbacks

રોશન પોતાની પોસ્ટમાં ભારતના વખાણ કરી રહ્યા હતા. પરંતુ તેનાથી માલદીવના યુવા અધિકારિતા, સૂચના અને કલા ડેપ્યુટી મંત્રી મરિયમ શિઉના ભડકી ગયા. તેમણે સિન્હાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદી વિશે આપત્તિજનક કમેન્ટ કરી. જો કે માલદીવમાં સત્તાધારી પાર્ટીના બે અન્ય નેતાઓની સાથે તેમને પણ સસ્પેન્ડ કરી દેવાયા. સિનાહાએ પીએમ મોદી વિરુદ્ધ આપત્તિજનક શબ્દો બાદ માલદીવને ખુબ ફટકાર પણ લગાવી. 

માલદીવની વિરુદ્ધ નથી
તેમણે લખ્યું કે મને લાગે છે કે તે માલદીવ સુધી પહોંચી ગયું અને કેટલાક લોકો તેનાથી ખુબ નારાજ છે. હું સ્પષ્ટ  કરવા માંગીશ કે અમે માલદીવની વિરુદ્ધમાં ની. પરંતુ તમારી નવી સરકારની વિરુદ્ધમાં છીએ, જે ચીનના પક્ષમાં અને ભારતની વિરુદ્ધમાં છે. માલદીવ અને ભારત વચ્ચે વધેલા તણાવ બાદ વિદેશ મંત્રાલય તરફથી માલદીવના હાઈ કમિશનરને તલબ કરાયા હતા. સિન્હાએ કહ્યું કે જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ ચીનમાં છે ત્યારે હાઈકમિશનરને બોલાવવા એ એક મોટો મેસેજ છે. 

ગુજરાતમાં રહે છે
એક મીડિયા રિપોર્ટ મુજબ મિસ્ટર સિન્હા પોતે બિહારના છે પરંતુ હાલ ગુજરાતમાં રહીને કારોબાર કરે છે. સોશિયલ મીડિયા પર તેઓ ભારતના રાજકારણ, જીયો પોલિટિક્સ, અને વિદેશ નીતિ અંગે લખતા રહે છે. જો કે તેમના અનેક જૂના એકાઉન્ટ સસ્પેન્ડ પણ થયેલા છે. એક રિપોર્ટ મુજબ તેમણે  કહ્યું છે કે જ્યારથી માલદીવ સંલગ્ન વિવાદ શરૂ થયો છે ત્યારથી તેમને ઈનબોક્સમાં મારી નાખવાની ધમકી મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More