Home> World
Advertisement
Prev
Next

Heatwave: ગરમીએ તોડ્યો રેકોર્ડ: આ દેશમાં હિટવેવના લીધે100 લોકોના મોત, બ્રેડ અને દૂધ કરતાં બરફ બન્યો મોંઘો

Mali Heatwave:  ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજળી કાપે લોકોને પરેશાનીમાં મુકી દિધા છે. ગરમીની સાથે મોંઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે. 

Heatwave: ગરમીએ તોડ્યો રેકોર્ડ: આ દેશમાં હિટવેવના લીધે100 લોકોના મોત, બ્રેડ અને દૂધ કરતાં બરફ બન્યો મોંઘો

Power Cuts in Mali:  ભારતમાં ગરમી દસ્તક આપી ચૂકી છે. દુનિયાના બીજા ઘણા અન્ય દેશોમાં ભારે ગરમી પડી રહી છે. પરંતુ આફ્રીકાના માલીમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બીબીસીના રિપોર્ટ અનુસાર પરિસ્થિતિ એટલી મુશ્કેલ છે કે દેશના કેટલાક ભાગમાં હવે બરફના ટુકડાની કિંમત બ્રેડ અને દૂધ કરતાં વધુ છે. રાજધાની બમાકોમાં 15 વર્ષીય ફાતૂમા યાતારા કહે છે કે 'હું બરફ ખરીદીને આવી છું કારણ કે અત્યારે ગરમી વધુ છે.' તાપમાન 48C સુધી વધી ગયું છે. 

fallbacks

દેશભરમાં ગરમીનું 44 થી 47 ડિગ્રીવાળું ટોર્ચર? હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
4 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં બેસ્ટ કાર્સ, 33 Km સુધીની માઇલેજ સાથે દમદાર ફીચર્સ

વિજકાપે વધારી લોકોની પરેશાની
ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજકાપે લોકોની પરેશાનીઓને વધુ વધારી દીધી છે. ફાતૂમા જણાવે છે કે લાંબા સમય સુધી વિજ કાપના લીધે ફ્રીજ કામ કરતું નથી. તે ભોજનને પ્રિજર્વ રાખવા અને હીટવેવ દરમિયાન ઠંડુ રાખવા માટે બરફના ટુકડાનો સહારો લે છે. જોકે આ કેટલીક હદ સુધી કામ કરે છે. 

સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, SC ના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતો
આવશે આટલો હપ્તો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 10 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ

મોંઘવારીએ તોડ્યો રેકોર્ડ
ગરમીની સાથે મોંઘવારી પણ લોકોની કમર તોડી રહી છે. ફાતૂમા જણાવે છે કે બરફની એક નાની બેંગની કિંમત 300 થી 500 ફ્રેક્સ સીએફએ સુધી પહોંચી ગઇ છે. જ્યારે બમાકોમાં બ્રેડની કિંમત 250 સીએફએ હોય છે. 

નાના કોનાતે ત્રાઓરે માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. હવે તેઓને અઠવાડિયામાં થોડી વારને બદલે દરરોજ રસોઈ કરવી પડે છે. તેણી કહે છે, 'અમે ઘણીવાર આખો દિવસ વીજળી વિના વિતાવીએ છીએ, તેથી ખોરાક બગડે છે અને તેને ફેંકી દેવો પડે છે.'

શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન

દેશમાં વીજળીની સમસ્યા એક વર્ષ પહેલા શરૂ થઈ હતી. લાખો ડોલરના દેવાના બોજથી દબાયેલી માલીની રાજ્ય વીજળી કંપની વધતી માંગને પહોંચી વળવામાં નિષ્ફળ રહી. એવા લોકો મોટી સંખ્યામાં છે જેમની પાસે બેકઅપ જનરેટર નથી કારણ કે તેમને ચલાવવા માટે ઇંધણની જરૂર પડે છે, જે ખૂબ ખર્ચાળ છે.

100 લોકોના મોત
બીબીસીના રિપોર્ટ અનુસાર માર્ચ બાદથી માલીના કેટલાક ભાગમાં તાપમાન 48C થી ઉપર જતું રહ્યું છે. ભયંકર ગરમીના લીધે 100થી વધુ લોકોના મોત થઇ ગયા છે. સૌથી વધુ અસુરક્ષિત વડીલો અને બાળકો છે. 

Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન
Angarak Yog: અંગારક યોગ કરાવશે મોટું નુકસાન, 1 મહિના સુધી બચીને રહે આ 4 રાશિઓ

બમાકોમાં યૂનિવર્સિટી હોસ્પિટલમાં કામ કરનાર પ્રોફેસર યાકૂબા ટોલોબા કહે છે, 'અમે એક દિવસમાં લગભગ 15 લોકો હોસ્પિટલમાં ભરતી થતા જોઇ રહ્યા છીએ. ઘણા દર્દી ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની કમી) નો શિકાર છે જ્યારે ઘણા ખાંસી અને શ્વાસ સંબંધિત અન્ય તકલીફોનો સામનો કરવો પડે છે. સાવધાનીના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે અને મુસ્લિમ વસ્તીવાળા દેશમાં લોકોને તાજેતરમાં ખતમ થયેલા રમઝાન દરમિયાન રોઝા ન રાખવાની સલાહ આપવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More