રિયો ડી જાનેરો : કોરોના વાયરસના સંક્રમણના કારણે હાલનાં દિવસોમાં સમગ્ર વિશ્વનાં મોટા ભાગનાં દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ કારણે સરકારી ઓફીસથી માંડીને ખાનગી કાર્યાલયો દ્વારા જરૂરી મીટિંગ માટે જુમ એપની મદદ લેવાઇ રહી છે. જો કે આ એપ દ્વારા બ્રાઝીલમાં રાષ્ટ્રપતિ સાથે મીટિંગ દરમિયાન અધિકારીઓ શરમજનક સ્થિતીનો સામનો કરવો પડ્યો હતો.
આગામી 3 મહિના સુધી તમને EMI ચુકવવામાંથી મળી શકે છે મુક્તિ, RBI નું ખાસ આયોજન
જુમ એપ પર બ્રાઝીલના રાષ્ટ્રપતિની મીટિંગ દરમિયાન તે સમયે શરમજનક સ્થિતી પેદા થઇ જ્યારે એક વ્યક્તિએ પોતાનાં વીડિયા ફીડને બંધ કરવાનું ભુલી ગયા અને કેમેરાની સામે નિર્વસ્ત્ર (ન્યૂડ) થઇ ગયો. આ દરમિયાન મીટિંગ ચાલી રહી હતી. આ સમયે જે વ્યક્તિ નિર્વસ્ત્ર થયો ત્યારે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સનારો ઓછામાં ઓછા 10 અન્ય લોકોની સાથે લોકડાઉનનાં પ્રભાવ મુદ્દે મીટિંગ કરી રહ્યા હતા.
5 હજાર રૂપિયાનું રોકાણ કરો અને મહિને 50000 રૂપિયાની કરો કમાણી, જાણો કઇ રીતે
થોડી સેકન્ડો બાદ જ ઉદ્યોગ વિભાગના પ્રમુખ અધિકારી પાઉલો ગોદેસને લાગ્યું કે વીડિયોમાં શું ચાલી રહ્યું છે. તેમણે જોયું કે લાઇવ વીડિયો દરમિયાન જ મીટિંગમાં ભાગ લેનાર એક કર્મચારી શાવરમાં નિર્વસ્ત્ર થઇને ન્હાઇ રહ્યો હતો. મીટિંગ બાદ આ ઘટનાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ. જો કે સ્થાનિક મીડિયામાં તે વ્યક્તિનું નામ નથી લેવામાં આવ્યું. આ અગાઉ એપ્રીલ મહિનામાં બ્રાઝીલનાં એક જજ કોર્ટમાં ઓનલાઇન સુનવણી દરમિયાન શર્ટલેસ જોવા મળ્યા હતા. સુનવણી ચાલુ થતા પહેલા બ્રાઝીલનાં અમાપા રાજ્યમાં જજ કાર્મો એન્ટોનિયો ડી સૂઝા શર્ટલેસ જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે