Home> World
Advertisement
Prev
Next

આ બેરોજગાર યુવકને નોકરી માટે આવી 200 ઓફરો, જાણો કેમ છે આટલી ડિમાન્ડ

દુનિયાભરમાં આર્થિક મંદીના કારણે બેરોજગારી વધી રહી છે. નોકરીઓની ઘટતી સંખ્યાને લઈને ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ લોકો પરેશાન છે.

આ બેરોજગાર યુવકને નોકરી માટે આવી 200 ઓફરો, જાણો કેમ છે આટલી ડિમાન્ડ

નવી દિલ્હી: દુનિયાભરમાં આર્થિક મંદીના કારણે બેરોજગારી વધી રહી છે. નોકરીઓની ઘટતી સંખ્યાને લઈને ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ લોકો પરેશાન છે. પરંતુ આવા સંજોગોમાં પણ એક યુવકે નોકરી મેળવવા માટે અનોખી રીત શોધી કાઢી અને તેમાં તે સફળ પણ થયો. આ યુવકનું નામ ડેવિડ છે. તે વેબ ડેવલપર છે. સિલિકોન વેલીમાં નોકરીની શોધમાં આવ્યો હતો. પરંતુ જ્યારે તેને નોકરી ન મળી તો તે ભીડભાડવાળા રસ્તા પર પ્લેકાર્ડ લઈને ઊભો રહી ગયો. 

fallbacks

નોકરી માંગવાનો એકદમ અલગ અંદાજ
ડેવિડ જે પ્લેકાર્ડ લઈને ઊભો હતો તેના પર લખ્યુ હતું કે 'બેઘર, સફળતા માટે ભૂખ્યો, કૃપા કરીને રિઝ્યૂમ લઈ લો' ડેવિડના નોકરી માંગવાના આ અલગ અંદાજની તસવીર લઈને કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધી. 

ગુગલે નોકરીની કરી રજુઆત
અમારી સહયોગી વેબસાઈટ ઝી ન્યૂઝ અંગ્રેજીના અહેવાલ મુજબ ત્યારબાદ ડેવિડને લગભગ 200થી વધુ કંપનીઓમાંથી જોબ માટે ઓફર આવી ચૂકી છે. જાણીતી કંપની ગૂગલ અને બિટકોઈને પણ ડેવિડને જોબ ઓફર કરી છે. ડેવિડ ઈન્ફોર્મેશન સિસ્ટમ મેનેજમેન્ટમાં સ્નાતક છે. ટ્વિટર પર ડેવિડની તખ્તીવાળી ફોટોને 70,000 રિટ્વિટ મળી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More