Home> World
Advertisement
Prev
Next

ચોરીછૂપે બોયફ્રેન્ડને મળતી હતી યુવતી, ગુગલ મેપથી આ રીતે પતિ સામે ખુલી પોલ

આજના જમાનામાં અંતરને ઓછુ કરવામાં જ્યાં ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યાં આ ટેક્નોલોજીના ચક્કરમાં અનેક ઘર પણ તૂટી રહ્યાં છે.

ચોરીછૂપે બોયફ્રેન્ડને મળતી હતી યુવતી, ગુગલ મેપથી આ રીતે પતિ સામે ખુલી પોલ

નવી દિલ્હી: આજના જમાનામાં અંતરને ઓછુ કરવામાં જ્યાં ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યાં આ ટેક્નોલોજીના ચક્કરમાં અનેક ઘર પણ તૂટી રહ્યાં છે. દગા અને બેવફાઈના અહેવાલો તો જોવા મળે છે પરંતુ એક આવો રસપ્રદ કેસ તમે પહેલા નહીં જાણ્યો હોય. ગુગલ મેપનો તો આપણે બધા ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ગુગલ મેપના એક ફીચર ગુગલ સ્ટ્રીટ વ્યુના કારણે પેરુમાં એક પતિએ પત્નીને ડિવોર્સ આપી દીધા. 

fallbacks

વાત જાણે એમ હતી કે ગુગલ મેપ્સમાં પેરુમાં એક પતિએ તેની પત્નીને કોઈ બીજી વ્યક્તિ સાથે રંગરેલીયા મનાવતી જોઈ લીધી. તે જે જગ્યાએ જવાનુ પ્લાનિંગ કરતો હતો, તે રસ્તા અંગે ગુગલ મેપ્સમાં જોઈ રહ્યો હતો. તેણે જોયું કે તેની પત્નીના ખોળામાં કોઈ વ્યક્તિ સૂતો છે અને બંને એક જ બેન્ચ પર બેઠા છે. મહિલાના વાળના કારણે તેનો ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાતો નથી. ગુગલ પર આવેલી તસવીર બાદ યુવકે સૌથી પહેલા તો તે યુવતી તેની પત્ની જ હોવાની પુષ્ટિ કરી અને કહ્યું કે આવા જ કપડાં તેની પત્ની પાસે છે, જે કપડાં તસવીરમાં યુવતીએ પહેરેલા છે. તસવીર જોઈને યુવક એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો. 

ખાસ વાત એ છે કે આ મામલો 2013નો હતો. પરંતુ પરંતુ યુવકે ગુસ્સામાં પત્નીને બેવફાઈનો પુરાવો આપીને ડિવોર્સ આપી દીધા. પતિના પુરાવા બાદ મહિલાએ પણ બીજા પુરુષ સાથે સંબંધ હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ પતિ પત્નીના ડિવોર્સ થઈ ગયાં. આ યુવકે હાલમાં જ ફેસબુક પર આ તસવીરોને શેર કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More