Home> World
Advertisement
Prev
Next

મક્કા મસ્જિદમાં મહારાણી એલિઝાબેથ માટે ઉમરાહ કરવા પહોંચ્યો વ્યક્તિ, થઈ ધરપકડ

Queen Elizabeth II Funeral News : ઉમરાહ એક તીર્થયાત્રા છે જે ગમે તે સમયે કરી શકાય છે. તે હજથી અલગ હોય છે, જે વર્ષમાં માત્ર એકવાર થાય છે અને તેમાં દુનિયાભરના લાખો લોકો સામેલ થાય છે.

મક્કા મસ્જિદમાં મહારાણી એલિઝાબેથ માટે ઉમરાહ કરવા પહોંચ્યો વ્યક્તિ, થઈ ધરપકડ

રિયાદઃ યમનના તે વ્યક્તિને કથિત રૂપથી સાઉદી અધિકારીઓએ ધરપકડ કરી છે. આ વ્યક્તિ બ્રિટનના દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આત્માની શાંતિ માટે ઇસ્લામના પવિત્ર શહેર મક્કામાં 'ઉમરાહ' કરવા આવ્યો હતો. ન્યૂઝ એજન્સી એએફપીના સમાચાર અનુસાર સમનના નાગરિકે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તે મક્કાની ગ્રાન્ડ મસ્જિદની અંદર બેનર લઈને જોવા મળ્યો છે, જેના પર લખ્યું છે 'ક્વીન એલિઝાબેથ દ્વિતીય માટે ઉમરાહ, અમે ઈશ્વરને સ્વર્ગમાં તેનો સ્વીકાર કરવાની કામના કરીએ છીએ.' પાછલા ગુરૂવારે બ્રિટિશ ક્વીનનું 96 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમણે 70 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું હતું. 

fallbacks

રિપોર્ટ અનુસાર સાઉદી અરબમાં મક્કા જનાતા તીર્થયાત્રીઓને બેનર સાથે લઈ જવા કે કોઈ પ્રકારના નારા લગાવવા પર પ્રતિબંધ છે. અહીં મૃતક મુસલમાનો તરફથી ઉમરાહ કરવું સ્વીકાર્ય છે પરંતુ તે એલિઝાબેથ જેવા બિન-મુસ્લિમો પર લાગૂ થતું નથી. સાઉદી અરબના સરકારી મીડિયા અનુસાર સોમવારે આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને તેના પર કેસ ચાલશે. વ્યક્તિનો વીડિયો સાઉથી અરબના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને ઘણા ટ્વિટર યૂઝરે તેની ધરપકડની માંગ કરી હતી. 

મસ્જિદની અંદર દેખાડ્યું બેનર
સરકારી મીડિયામાં સોમવારે આવેલા નિવેદન અનુસાર, ગ્રાન્ડ મસ્જિદમાં સુરક્ષા દળોએ એક યમની નાગરિકની ધરપકડ કરી છે જે વીડિયો ક્લિપમાં મસ્જિદની અંદર બેનરની સાથે જોવા મળી રહ્યો છે અને ઉમરાહના નિયમો અને નિર્દેશોનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. સરકારી ટીવી ચેનલોએ ઘટનાની વીડિયો ક્લિપ પ્રસારિત કરી જેમાં બેનર બ્લર કરી દેવામાં આવ્યું હતું. ઉમરાહ એક તીર્થયાત્રા છે, જે કોઈપણ સમયે કરી શકાય છે. તે હજથી અલગ હોય છે જે વર્ષમાં માત્ર એકવાર થાય છે અને સામાન્ય રીતે દુનિયાભરના લાખો લોકો તેમાં સામેલ થાય છે. 

આ પણ વાંચોઃ પહેલા કરી હતી Queen Elizabeth ના મોતની ભવિષ્યવાણી, હવે જણાવી તેમના પુત્ર કિંગ્સ ચાર્લ્સના મૃત્યુની તારીખ

19 સપ્ટેમ્બરે થશે મહારાણીના અંતિમ સંસ્કાર
બકિંઘમ પેલેસ તરફથી જારી કાર્યક્રમ અનુસાર મહારાણીના અંતિમ સંસ્કાર આગામી સોમવાર, 19 સપ્ટેમ્બરે લંડનના વેસ્ટમિંસ્ટર એબેમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. હવે ક્વીનના પુત્ર કિંગ ચાર્લ્સ 3 દેશના નવા મહારાજા છે. મહારાજા ચાર્લ્સ દુનિયાના 56 દેશો પર રાજ કરશે. આ તે દેશ છે જે રાષ્ટ્રમંડળ હેઠળ આવે છે. મહારાણી એલિઝાબેથના મૃત્યુ બાદ આ દેશોમાં ઘણા ફેરફાર આવ્યા છે. આ તમામ દેશ બ્રિટિશ શાસનનો ભાગ રહી ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More