Home> World
Advertisement
Prev
Next

Nokia ફોન ગળી ગયો આ વ્યક્તિ, ડોક્ટરે X-Ray જોયો તો પેટની સ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ ગયા

Man Swallows Entire Nokia 3310 Phone: એક વ્યક્તિ નોકિયા 3310 ફોન આખે આખો ગળી ગયો. તેનો જીવ બચાવવા માટે એક મોટી સર્જરી કરવી પડી.

Nokia ફોન ગળી ગયો આ વ્યક્તિ, ડોક્ટરે X-Ray જોયો તો પેટની સ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ ગયા

નવી દિલ્હી: Man Swallows Entire Nokia 3310 Phone: એક વ્યક્તિ નોકિયા 3310 ફોન આખે આખો ગળી ગયો. તેનો જીવ બચાવવા માટે એક મોટી સર્જરી કરવી પડી. કોસોવોમાં પ્રિસ્ટિનામાં રહેતો એક 33 વર્ષનો વ્યક્તિ નોકિયાનો જૂનો ફોન ગળી ગયો હતો. આ એ જ ફોન છે જે લોન્ચ બાદ પોતાની મજબૂતાઈ માટે ખુબ પ્રખ્યાત થયો હતો. આ ફોન વ્યક્તિના પેટમાં ફસાઈ ગયો અને તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો. જ્યાં ડોક્ટર સ્કેન્ડર તેલજાકૂને ડિવાઈસને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ સોંપાયું. 

fallbacks

બેટરીથી જીવ જઈ શકે તેમ હતો
જ્યારે વ્યક્તિનું સ્કેન અને પરીક્ષણ કરાયું તો જાણવા મળ્યું કે ફોન પચાવવા માટે ખુબ મોટો હતો અને તેની હાનિકારક રસાયણો યુક્ત બેટરી જીવ લઈ શકે તેમ હતી. રાહતવાળી વાત એ રહી કે ડોક્ટર સ્કેન્ડર તેલજાકૂના નેતૃત્વમાં સર્જરી સફળ રહી અને મોબાઈલને બહાર કાઢવામાં આવ્યો. 

શું કહ્યું ડોક્ટરે?
ઓપરેશન બાદ ડોક્ટર તેલજાકૂએ ફેસબુક પેજ પર ફોનની તસવીરો, એક્સરે અને એન્ડોસ્કોપીની તસવીરો શેર કરી. એક્સરેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફોન તેના પેટમાં છે. સ્કેન્ડર તેલજાકૂએ કોસોવોમાં સ્થાનિક મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે મને એક દર્દી વિશે ફોન આવ્યો. જણાવવામાં આવ્યું કે તે કોઈ વસ્તુ ગળી ગયો છે. જ્યારે અમે સ્કેન કરીને જોયું તો ફોન પેટમાં ત્રણ ભાગમાં ફેરવાઈ ગયો હતો. એક ભાગ બેટરીનો હતો, જે સૌથી વધુ ચિંતાનો વિષય હતો. જો તે વધુ સમય સુધી રહ્યો હોત તો પેટમાં વિસ્ફોટ થવાનો ડર હતો. 

Panjshir પર સંપૂર્ણ રીતે કબજો કર્યો હોવાની તાલિબાનની જાહેરાત, NRF એ દાવો ફગાવ્યો

બે કલાક સુધી ચાલી સર્જરી
મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું કે તે વ્યક્તિ પેટમાં દર્દ થયા બાદ પોતે રાજધાની પ્રિસ્ટિનાની હોસ્પિટલ ગયો હ તો. તેલજાકૂએ  કહ્યું કે તે વ્યક્તિએ એ ન જણાવ્યું કે તે આખરે આ ફોન કેમ ગળી ગયો હતો. એક નાના કેમેરા દ્વારા રેકોર્ડ કરાયેલી ક્લિપમાં ડોક્ટર અને તેમની ટીમને તે વ્યક્તિના પેટમાંથી ફોન શોધતા અને કાઢતા દેખાડવામાં આવ્યા છે. ડિવાઈસને કાઢવામાં બે કલાકનો સમય લાગ્યો. 

Panjshir ની જંગમાં તાલિબાન તરફથી પાકિસ્તાન મેદાનમાં ઉતર્યું? પાક એરફોર્સે ડ્રોન હુમલા કર્યાનો દાવો

પહેલા પણ આવ્યા છે આવા કેસ
2014માં એક કેસ સ્ટડી મુજબ લોકોના મોબાઈલ ફોન ગળી જવાના અનેક કેસ સામે આવ્યા છે. 2016માં એક 29 વર્ષનો વ્યક્તિ પોતાનો ફોન ગળી ગયો અને અનેક કલાકો સુધી ઉલ્ટી કરવા છતાં તે ફોન પેટમાં ફસાયેલો રહ્યો. ડિવાઈસને બહાર કાઢવા માટે સર્જરી કરવી પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More