નવી દિલ્હી: બાલાકોટ હુમલા બાદ આતંકી મસૂદ અઝહર ફરી એકવાર સક્રિય થવાના સમાચાર આવી રહ્યાં છે. ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર બાલાકોટ હુમલાના માત્ર 5 દિવસ બાદ મસૂદ અઝહરે આતંકવાદીઓને ભારત પર મોટો હુમલો કરવા માટે તૈયાર કરી રહ્યો હતો. ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચ અને એપ્રિલમાં રાવલપિંડી અને બહાવલપુરમાં મસૂદ અઝહર આતંકવાદીઓ સાથે બીજી વખત બેઠક કરી હતી. બેઠકમાં આઇએસઆઇના પણ અધિકારી હાજર હતા.
વધુમાં વાંચો: પાકિસ્તાન: જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરની કરવામાં આવશે ધરપકડ
આ બેઠકમાં મસૂદ અઝહરના આતંકી સંગઠ જૈશ-એ-મોહમ્મદને વધુ મજબૂત બનાવવા પર રણનીતિ પણ બનાવવામાં આવી હતી. ગુપ્ત એજન્સીઓને આ વાત પર શંકા છે કે પાકિસ્તાન દુનિયાની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરી રહી છે. જૈશ પર કાર્યવાહી કરવાનું માત્ર એક નાટક કરી રહ્યું છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે