પહેલાં ઓમાનમાં કુદરતનો પ્રકોપ પછી દુબઈમાં કુદરતે મચાવ્યો કહેર.. હવે હવે ચીનમાં કુદરતે ફોડ્યો વોટર બોમ્બ. એક મહિનામાં ત્રણ મોટા દેશોમાં ભરઉનાળે કુદરતે કાળો કહેર મચાવ્યો છે. અહીંયા આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. જોકે હવે ગલ્ફ દેશોમાં સ્થિતિ સુધારા પર છે. જ્યારે ચીનમાં આકાશી આફતે ભારે તારાજી સર્જી છે.
ચીનના પ્રાંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ધસમસતા પાણીના પ્રવાહમાં આખો બ્રિજ ધરાશાયી થઈ જાય છે. ચીનમાં સતત વરસી રહેલા વરસાદના કારણે 44 જેટલી નદીઓ ખતરાના નિશાન ઉપરથી વહી રહી છે. તો અનેક વિસ્તારોમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. 16 એપ્રિલથી પડી રહેલા વરસાદના કારણે દક્ષિણ ચીનના અનેક શહેરોમાં પાણી ભરાઈ જતાં લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે અનેક લોકો પાણીમાં ફસાઈ જતાં રાહત અને બચાવ ટીમે તેમનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા છે.
જોકે હજુ ચીનના લોકોની મુશ્કેલી ઓછી થવાની નથીકેમ કે હવામાન વિભાગે ભારે વરસાદ અને પૂરની આગાહી કરી છે. હાલ તો કુદરતના વોટર બોમ્બ સામે ચીન લાચાર બની ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે