Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ, ઈમરાનના મંત્રી સહિત 318 સાંસદ-MLA ધડાધડ સસ્પેન્ડ

પાકિસ્તાન (Pakistan) ના ચૂંટણી પંચે આવક અંગે જરૂરી જાણકારી ન આપવાના આરોપમાં 318 સાંસદો અને વિધાયકોની સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે.

પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ, ઈમરાનના મંત્રી સહિત 318 સાંસદ-MLA ધડાધડ સસ્પેન્ડ

ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) ના ચૂંટણી પંચે આવક અંગે જરૂરી જાણકારી ન આપવાના આરોપમાં 318 સાંસદો અને વિધાયકોની સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે. જેમાં ઈમરાન ખાન સરકારના મંત્રી પણ સામેલ છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ સાંસદો અને ધાસાભ્યોએ નિર્ધારિત સમયની અંદર પોતાની વાર્ષિક આવક, સંપત્તિઓ અને જવાબદારીઓનું વિવરણ ચૂંટણી પંચમાં જમા કરાવ્યું નથી. આ સાંસદ અને ધારાસભ્યો સંસદ અને વિધાનસભાની કાર્યવાહીઓનો ભાગ બની શકશે નહીં. આ આશયની સૂચના સંસદ અને ચારેય પ્રાંતની વિધાનસભાઓના સચિવોને આપી દેવાઈ છે. 

fallbacks

હોંશભેર પરણ્યા તો ખરા પરંતુ બે અઠવાડિયા બાદ દુલ્હન વિશે થયો ચોંકાવનારો ખુલાસો

જે મંત્રીઓની સદસ્યતા સસ્પેન્ડ થઈ છે તેમાં ઈમરાન ખાન સરકારના વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરી અને ધાર્મિક મામલાઓના મંત્રી નૂર ઉલ હક કાદરી સામેલ છે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ સંસદના નિચલા ગૃહ નેશનલ એસેમ્બલીના 70 અને ઉપલા ગૃહ સેનેટના 12 સભ્યોની સદસ્યતા સસ્પેન્ડ કરાઈ છે. પંજાબ વિધાનસભાના 115, સિંધ વિધાનસભાના 40 અને ખેબર પખ્તૂનખ્વા વિધાનસભાના 60 તથા બલુચિસ્તાન વિધાનસભાના 21 સભ્યોની સદસ્યતા સસ્પેન્ડ કરાઈ છે. 

જુઓ LIVE TV

જે કાયદા હેઠળ આ જનપ્રતિનિધિઓની સદસ્યતા સસ્પેન્ડ કરાઈ છે તેમાં સાસદો-વિધાયકોએ પોતાની, પોતાના પતિ કે પત્નીની તથા તેમના પર નિર્ભર સંતાનોની સંપત્તિઓનું વિવરણ વાર્ષિક સ્તર પર આપવું જરૂરી હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More