Home> World
Advertisement
Prev
Next

Mexico ની Andrea Meza ને મળ્યો મિસ યુનિવર્સનો ખિતાબ, ભારતની એડલિનને મળ્યું આ સ્થાન 

મિસ યુનિવર્સ સ્પર્ધામાં વિજેતાની જાહેરાત થઈ ગઈ છે. મેક્સિકોની એન્ડ્રિયા મેઝાને મિસ યુનિવર્સ 2020 તરીકે પસંદ કરાઈ છે.

Mexico ની Andrea Meza ને મળ્યો મિસ યુનિવર્સનો ખિતાબ, ભારતની એડલિનને મળ્યું આ સ્થાન 

ફ્લોરિડા: મિસ યુનિવર્સ સ્પર્ધામાં વિજેતાની જાહેરાત થઈ ગઈ છે. મેક્સિકોની એન્ડ્રિયા મેઝાને મિસ યુનિવર્સ 2020 તરીકે પસંદ કરાઈ છે. 69માં મિસ યુનિવર્સ સમારોહનું આયોજન ફ્લોરિડા સ્થિત સેમિનોલ હાર્ડ રોક હોટલમાં કરાયું હતું. જ્યાં પૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની ટૂંજીએ એન્ડ્રિયાને વિશ્વ સુંદરનો તાજ પહેરાવ્યો હતો. એન્ડ્રિયા મેક્સિકોની ત્રીજી મહિલા બની છે જેને આ ખિતાબ મળ્યો છે. 

fallbacks

અમારી સહયોગ વેબસાઈટ WION ના રિપોર્ટ મુજબ મિસ યુનિવર્સ એન્ડ્રિયા મેઝા મોડલ હોવાની સાથે સાથે એક સોફ્ટવેર એન્જિનિયર પણ છે. તે લૈંગિક અસમાનતા અને લૈંગિક હિંસા જેવા મુદ્દાઓ પર કાર્યરત છે. એન્ડ્રિયાનો જન્મ Chihuahua City માં થયો હતો. તેની બે બહેનો છે અને તેમણે 2017માં Chihuahua યુનિવર્સિટીથી સોફ્ટવેર એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. 

બ્યૂટીનો અર્થ સમજાવ્યો
સ્પર્ધામાં છેલ્લા બે સ્પર્ધકોમાં બ્રાઝિલની જૂલિયા ગામા અને મિસ મેક્સિકો એન્ડ્રિયા હતી. જ્યારે પેરુની Janick Maceta સેકન્ડ રનર અપ રહી. ભારત તરફથી તાજની દાવેદારી કરી રહેલી 22 વર્ષની એડલિન કાસ્ટલિનો ટોપ-5માં આવી. પોતાની જીત બાદ એન્ડ્રિયા મેઝાએ કહ્યું કે આજના સમયમાં ખુબસુરતીનો અર્થ ફક્ત લૂક સાથે છે પરંતુ મારા માટે ખુબસુરત રહેવાનો અર્થ દિલથી ખુબસુરત હોવું પણ છે. 

આ જવાબથી મળી જીત
ફાઈનલ રાઉન્ડ પહેલા એન્ડ્રિયાને સવાલ કરાયો હતો કે જો તે દેશની નેતા હોત તો કોરોના વાયરસ મહામારીને કેવી રીતે પહોંચી વળત? જેના જવાબમાં તેણે કહ્યું કે મારું માનવું છે કે આવી કપરી સ્થિતિમાં સંભાળવા માટે કોઈ એકદમ સટીક રીત નથી. જો કે હું સ્થિતિ બગડતા પહેલા લોકડાઉન લગાવી દેત. આપણે લોકોના જીવન આ રીતે વિખરાતા જોઈ શકીએ નહીં. આથી હું શરૂઆતથી જ સ્થિતિને સંભાળવાની કોશિશ કરત. જ્યૂરીને એન્ડ્રિયાનો આ જવાબ ખુબ ગમ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More