Home> World
Advertisement
Prev
Next

Nostradamus Prediction: મોર્ડન જમાનાના નોસ્ટ્રાડેમસે વર્ષ 2023 માટે કરી ત્રણ ડરામણી ભવિષ્યવાણી

Modern Nostradamus Prediction: મોર્ડન જમાનાના નોસ્ટ્રાડેમસ કહેવાતા બ્રાઝીલના એથોસ સૈલોમે ફીફા વિશ્વકપની ભવિષ્યવાણી કરી હતી. તેણે કહ્યું હતું કે ફાઇનલ મુકાબલે આર્જેન્ટીના અને ફ્રાન્સ વચ્ચે રમાશે. હવે એથોસે વર્ષ 2023ના માટે ડરામણી ભવિષ્યવાણી કરી છે. 
 

Nostradamus Prediction: મોર્ડન જમાનાના નોસ્ટ્રાડેમસે વર્ષ 2023 માટે કરી ત્રણ ડરામણી ભવિષ્યવાણી

બ્રાઝિલિયાઃ નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓ વિશે તો તમે સાંભળ્યું હશે. નોસ્ટ્રાડેમસએ 500 વર્ષ પહેલા ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી પડવાના દાવા કરવામાં આવે છે. પરંતુ શું તમે મોર્ડન જમાનાના નોસ્ટ્રાડેમસ વિશે સાંભળ્યું છે. બ્રાઝીલના એથોસ સૈલોમ (36) ખુદને મોર્ડન જમાનાના નોસ્ટ્રાડેમસ ગણાવે છે. તેનું કહેવું છે કે તેમણે કોરોના વાયરસ અને ફીફા વિશ્વકપ 2022ની ભવિષ્યવાણી કરી હતી. એથોસ કથિત ભવિષ્યને જોવાની શક્તિનો ઉલ્લેખ કરતા દાવો કર્યો હતો કે તેણે રશિયા-યુક્રેન યુદ્ધ અને મહારાણીના મોતની ભવિષ્યવાણી કરી હતી. 

fallbacks

ધ સનના રિપોર્ટ પ્રમાણે એથોસે ઘણી ડરામણી ભવિષ્યવાણી કરી છે. એથોસે સૌથી પહેલી ભવિષ્યવાણી એક નવી મહામારીને લઈને છે. તેણે કહ્યું કે, એક નવી ઘાતક મહામારી એન્ટાર્કટિકામાં બરફની સપાની નીચે દબાયેલી છે. તે દુનિયાને લકવાગ્રસ્ત બનાવવાની રાહ જોઈ રહી છે. બરફમાં દબાયેલા વિષાણુઓ પર વૈજ્ઞાનિકોના હાલમાં થયેલા રિસર્ચે તેની ભવિષ્યવાણીને બળ આપ્યું છે. રિસર્ચમાં લગભગ 50 હજાર વર્ષ જૂના જોંબી વાયરસની શોધ સામેલ છે. 2021 માં, ઓહિયો યુનિવર્સિટીના સંશોધકોની ટીમે તિબેટીયન ગ્લેશિયર્સમાં નિષ્ક્રિય પડેલા 28 અજાણ્યા વાયરસ શોધી કાઢ્યા હતા. એવું માનવામાં આવે છે કે જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધશે તેમ આ વાયરસ ખતરો બની જશે. એથોસનું માનવું છે કે આ વાયરસ એન્ટાર્કટિકાના બરફમાંથી નીકળશે.

આ પણ વાંચોઃ માસ્ક વિના ફરતા લોકો દુનિયાની એવી જગ્યા વિશે જાણો જ્યાં ગેસ માસ્ક વિના શક્ય નથી જીવન

કોરોનાની આવશે દવા
એથોસે કોરોના સાથે જોડાયેલી બીજી ભવિષ્યવાણી કરી છે. તેમાં તેણે દાવો કર્યો છે કે કોરોના ઘટશે નહીં, પરંતુ વાયરસની એક નવી દવા બનાવવામાં આવશે, જે ખરેખર સંજીવની સાબિત થશે. એથોસે નિષ્ણાંતોનો હવાલો આપતા કહ્યું કે, લીલા છોડમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. તેમણે કહ્યું કે નાઈટ્રોજન અને પોટેશિયમની હાજરીથી બનેલી શેવાળમાં આપણે વિવિધ પ્રકારના પોષક તત્વો શોધી શકીએ છીએ. આમાં ખનિજો, વિટામિન્સ હોય છે જેનો ઉપયોગ હૃદયની દવાઓમાં થાય છે. તેમણે કહ્યું કે કોરોનાના ઘણા કેસોમાં SARS-CoV-2 હાર્ટ એટેક પણ આપે છે.

આ પણ વાંચોઃ USA માં હિમવર્ષાથી હાહાકાર! હજારો વિમાનો રદ્દ, લાખો ઘરોમાં વીજળી ગુલ, મોતનું તાંડવ

બીજી દુનિયાનો દરવાજો
વાયરસથી અલગ એથોસે 2023 માટે એક વિચિત્ર ભવિષ્યવાણી કરી છે. તેનું કહેવું છે કે અમેરિકામાં સ્થિત એરિયા-51માં ઘણા રાઝ દબાયેલા છે. એરિયા 51માં કોલ્ડ વોરના સમયથી UFOથી લઈને એલિયન સુધીની થિયરી આપવામાં આવે છે. હવે એથોસે તેને લઈને દાવો કર્યો છે કે તેમાં એક ગુફા છે, જે 2023માં ખુલશે. તેનો દાવો છે કે આ ગુફા બીજી દુનિયાનો રસ્તો હશે. તેનું કહેવું છે કે આ ગુફા લોકોને ટાઇમ અને સ્પેસમાં ફરવાની તક આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More