Home> World
Advertisement
Prev
Next

જલદી મળશે US કંપની મૉડર્નાની કોરોના વેક્સિન, જાણો કેટલી હશે કિંમત


અમેરિકાની મોડર્ના ઇંક  (Moderna Inc.)એ કોરોના વાયરસથી છુટકારો મેળવવા માટે વેક્સિન બનાવી લીધાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેની વેક્સિન કોરોના સંક્રમણના બચાવમાં 94.5% અસરકારક સાબિત થઈ છે. 
 

જલદી મળશે US કંપની મૉડર્નાની કોરોના વેક્સિન, જાણો કેટલી હશે કિંમત

વોશિંગટનઃ અમેરિકાની મોડર્ના ઇંક  (Moderna Inc.)એ કોરોના વાયરસથી છુટકારો મેળવવા માટે વેક્સિન બનાવી લીધાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેની વેક્સિન કોરોના સંક્રમણના બચાવમાં 94.5% અસરકારક સાબિત થઈ છે. આ વચ્ચે કંપનીએ કહ્યું કે, મોડર્ના વેક્સિનના એક ડોઝ માટે સરકાર પાસેથી 25-37 અમેરિકી ડોલર 1,854-2,744 રૂપિયા લઈ શકે છે. 

fallbacks

મોડર્નાના કાર્યકારી અધિકારી  (CEO) સ્ટેફન બાંસેલે જણાવ્યુ કે, વેક્સિનની કિંમત તેની માંગ પર નિર્ભર કરે છે. જર્મન સાપ્તાહિક વેલ્ટ એન સોનટૈગ સાથે વાતચીતમાં સ્ટેફન બાંસેલે કહ્યુ, અમારી વેક્સિનની કિંમત 10-15 ડોલર એટલે કે 741.63 થી 3,708.13 રૂપિયા સુધી આવી શકે છે. 

ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે સોમવારે વાર્તામાં સામેલ યૂરોપિય સંઘના એક ઓફિસરે જણાવ્યું કે, યૂરોપીય સંઘને વેક્સિનના આશરે લાખો ડોઝની જરૂર પડશે. યૂરોપિય યૂનિયન પ્રતિ ડોઝ 25 ડોલર (1854 રૂપિયા)થી ઓછી કિંમત પર આપૂર્તિ માટે મોડર્નાની સાથે સોદો કરવા ઈચ્છતું હતું. 

તમારા ફોનના Recharge Planથી પણ સસ્તું મળી રહ્યું છે આ શહેરમાં ઘર, મેયરે આપી આ ખાસ ઓફર

યૂરોપીય યૂનિયનના સોદા પર બાંસેલનું કહેવુ હતુ કે, હજુ સુધી લેખિત કે ઔપચારિક રીતે કંઈ થયું નથી, પરંતુ અમે યૂરોપીય કમીશન સાથે વાત કરી રહ્યાં છીએ અને સોદો પાકો થવાની નજીક છે. અમે યૂરોપમાં પહોંચવા ઈચ્છીએ છીએ અને અમારી વાતચીત પણ સાચી દિશામાં જઈ રહી છે. મોડર્નાના સીઈઓએ કહ્યુ કે, સોદો પાક્કો થવામાં જેટલા દિવસ લાગી જાય આમ તો કરાર થવાનું પાક્કુ છે. 

મોડર્નાએ કહ્યું કે, ક્લીનિક્લ ટ્રાયલના અંતરિમ ડેટામાં સામે આવ્યું કે, તેની વેક્સિન કોવિડથી બચાવમાં 94.5 ટકા અસરકારક સાબિત થઈ છે. અમેરિકી કંપની મોડર્નાનું કહેવું છે કે તેની વેક્સિન mRNA-1273 જલદી આવશે. 

કંપનીને આશા છે કે આ વર્ષના અંત સુધી વેક્સિનના બે કરોડ ડોઝ આપશે. કંપનીએ દાવો કર્યો કે, આગામી વર્ષ સુધી સો કરોડ ડોઝ તૈયાર કરી લેશે, પરંતુ લોકો સુધી આ દવાને પહોંચાડવા માટે મોડર્ના કંપનીએ ઘણી ઔપચારિકતાઓમાંથી પસાર થવું પડશે. કંપની ખુબ જલદી સરકાર પાસે તેના ઉપયોગની મંજૂરી માગશે. હાલ ઓછામાં ઓછા જુલાઈથી યૂરોપીય સંઘ પોતાની સાથે કોરોના વેક્સિન માટે વાતચીત કરી રહ્યું છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More