શ્રીલંકાઃ શ્રીલંકાથી ચીનમાં એક લાખ વાંદરાઓ મોકલવામાં આવશે, જેના માટે યોજના બનાવવામાં આવી રહી છે. શ્રીલંકાના કૃષિ પ્રધાન મહિન્દા અમરાવીરાએ શુક્રવારે આ વાતનો ખુલાસો કર્યો. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે શ્રીલંકા ચીનમાં એક લાખ વાંદરાઓની નિકાસ કરવાની તૈયારી કરી રહ્યું છે. નોંધપાત્ર રીતે શ્રીલંકા હાલમાં આર્થિક સંકટના સમયમાંથી બહાર આવી રહ્યું છે. આવી સ્થિતિમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તે વાંદરાઓની પણ નિકાસ કરવા તૈયાર છે.
સરકારના આ નિર્ણયથી લાખો યુવાનું ભવિષ્ય બનશે, હવે ગુજરાતી ભાષામા આપી શકાશે આ પરીક્ષા
મહિન્દા અમરવીરાએ બીબીસી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે આ વાતચીત હજુ ચાલુ રહી છે. ચીને જાતે એક લાખ વાંદરાઓની માંગણી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચીન સાથે વાંદરાઓની માંગણીને લઈને ત્રણ રાઉન્ડની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે. વાતચીત અંતિમ તબક્કામાં છે. તમને જણાવી દઈએ કે ટોકે મકાક શ્રીલંકાની સ્થાનિક પ્રજાતિ છે.
ગુજરાતના ઈતિહાસમાં મોટો નિર્ણય; હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, કરોડો રૂપિયા પાણીમાં!
11 એપ્રિલે અધિકારીઓ સાથેની બેઠકમાં શ્રીલંકાના કૃષિ મંત્રીએ અધિકારીઓને વાંદરાઓની નિકાસ માટેની તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી છે. તેની સાથે જ ચીનની માંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જો કે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ નાણાકીય વિગતો ઉપલબ્ધ કરવામાં આવી નથી. મંગળવારે કૃષિ મંત્રાલયમાં આયોજિત બેઠકમાં નેશનલ ઝૂલોજિકલ મ્યુઝિયમ અને વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
કોંગ્રેસે 43 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, ભાજપના બળવાખોરને અહીંથી મળી ટિકિટ
વાંદરાઓ પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે
ચીનમાં વાંદરાઓની નિકાસ શ્રીલંકા માટે ફાયદાની ડીલ છે. કેમ કે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાને વાંદરાઓના બદલામાં યોગ્ય આવક મળશે. આ સાથે દેશમાં વાંદરાઓની સંખ્યા ઘટવાથી ખેતી અને પાકને થતા નુકસાનમાં ઘટાડો થશે.
TMKOC:જેઠાલાલનું સપનું થયું સાકાર, બબીતાજીએ જેઠાલાલને ગળે લગાવ્યા, વિડિયો થયો વાયરલ
ચીન એક લાખ વાંદરાઓનું શું કરશે?
વાસ્તવમાં ચીન તેના પ્રાણી સંગ્રહાલય માટે ટોકે મકાક પ્રજાતિના વાંદરાઓ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં શ્રીલંકામાં આ પ્રજાતિના 30 લાખથી વધુ વાંદરાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે