લંડનઃ વિશ્વમાં કોરોના (Coronavirus) નો કહેર જારી છે આ વચ્ચે નવી-નવી મુસીબતો સામે આવી રહી છે. વૈજ્ઞાનિકોની સામે કોરોનાની મજબૂત સારવાર શોધવી હજુ પણ પડકાર છે. તો આ વચ્ચે એક નવા વાયરસની એન્ટ્રી થઈ છે. આ નવો વાયરસ ખુબ ખતરનાક છે, જેનું નામ મંકીપોક્સ (Monkeypox) છે.
ઘરમાં પણ સુરક્ષિત નહીં?
મંકીપોક્સ (Monkeypox) ના બે મામલા બ્રિટનના વેલ્સમાં મળ્યા છે. વૈજ્ઞાનિકો પ્રમાણે આ વાયરસ મોટાભાગે આફ્રિકામાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે જે બે લોકોમાં આ વાયરસ જોવા મળ્યો છે તે ઘરમાં જ રહેતા હતા. આ કારણે લોકોમાં ડર ફેલાયો છે. નિષ્ણાંતો પ્રમાણે આ કોઈ નવો વાયરસ નથી. પહેલાથી જ વાયરસ ઉપસ્થિત છે.
'UK થી બહાર થહાર થયા સંક્રમિત'
પરંતુ બ્રિટિશ ન્યૂઝ વેબસાઇટ ધ વીકના રિપોર્ટ પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે બન્ને સંક્રમિત બ્રિટનની બહાર સંક્રમિત થયા હતા એટલે કે તે ઘર પર સંક્રમિત થયા નથી. પબ્લિક બેલ્થ ઈંગ્લેન્ડ કોન્ટેક્ટ ટ્રેસિંગમાં લાગી ગયું છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડમાં પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન જઈ ISIS આતંકી બની ગઈ 24 પાકિસ્તાની મહિલાઓ, ISI ના નવા ષડયંત્રનો ખુલાસો
કેટલા પ્રકારના હોય છે મંકીપોક્સ?
નિષ્ણાંતો પ્રમાણે આ વાયરસની બે પ્રજાતિઓ હોય છે પશ્ચિમ આફ્રિકા અને મધ્ય આફ્રિકી. આ વાયરસ મોટા ભાગે ઉષ્ણકટિબંધીય વર્ષાવનોની પાસે, ણધ્ય અને પશ્ચિમ આફ્રિકી દેશોના અંતરીયાળ વિસ્તારમાં ફેલાય છે. મંકીપોક્સ વાયરસ સ્મોલપોક્સ વાયરસની જેમ હોય છે.
કેટલો ખતરનાક છે મંકીપોક્સ?
વૈજ્ઞાનિકો પ્રમાણે સંક્રમણની સંભાવના ઓછી છે. કારણ કે આ બીમારીમાં ડેથ રેટ 11 ટકા સુધી જઈ શકે છે. ખાસ વાત છે કે સ્મોલપોક્સથી બચાવતી વેક્સિન વૈક્સીનિયા મંકીપોક્સની વિરૂદ્ધ પણ અસરકારક છે.
શું છે મંકીપોક્સના લક્ષણ?
મંકીપોક્સ વાયરસના મામલામાં શરૂઆતી તાવ, માથાનો દુખાવો, સોજો, કમરમાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો થાય છે. તેમાં પણ ચિકનપોક્સની જેમ ફોલ્લીઓ થાય છે, જે તાવની સાથે શરીર અને મોઢા પર જોવા મળે છે. મંકીપોક્સ વાયરસ 14થી 21 દિવસ સુધી રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે