Turkey-Syria Earthquake Today: સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 1500 લોકોના મોત થયા છે. રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં 3,320 થી વધુ લોકો ઘાયલ થયા છે. અત્યાર સુધીમાં તુર્કીમાં 912 અને સીરિયામાં 560 લોકોના મોત થયા છે. સોમવારના ભૂકંપને તુર્કીમાં 1939માં પૂર્વીય એર્ઝિંકન પ્રાંતમાં આવેલા 7.9 તીવ્રતાના ભૂકંપ પછીનો સૌથી શક્તિશાળી માનવામાં આવે છે, જેમાં 33,000 લોકો માર્યા ગયા હતા.
તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1,700 થી વધુ ઇમારતો નાશ પામી છે અને ઓછામાં ઓછા 78 સતત ભૂકંપ નોંધાયા છે જેની મહત્તમ તીવ્રતા 6.6 છે. સીરિયામાં 560 લોકોએ જીવ ગુમાવ્યા અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો: આ 3 જીવોને ઘરમાં ક્યારેય ન રાખતા, નહીં તો તમારા ઘરમાં ગરીબી આવતાં રોકી શકશો નહીં
આ પણ વાંચો: બસ દર મહિને 250 રૂપિયાનું રોકાણ કરો, દીકરીના લગ્ન થાય ત્યારે મળશે મસમોટી રકમ
આ પણ વાંચો: લગ્ન કરેલા લોકો ઝડપથી આ સરકારી યોજનામાં અરજી કરો, 1 લાખ રૂપિયા કરતાં વધારે મળશે
#Turkey #earthquake #Syria #Iraq #Turkey #Iran#earthquake #Turkey
Prayers for Turkey 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/Eh6ny5qYut
— vipin singh (@vipin_tika) February 6, 2023
ક્યારે આવ્યો ભૂકંપ
તુર્કીના શહેર ગાઝિયાંટેપ નજીક 17.9 કિમીની ઊંડાઈએ સવારે 4.17 કલાકે આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકા લેબનોન અને સાયપ્રસમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર કહરામનમારસ પ્રાંતના પજરસિક જિલ્લામાં હતું.
ક્યાં-ક્યાં મચી તબાહી
તુર્કીના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુના જણાવ્યા અનુસાર, ગાઝિયાંટેપ, કહરામનમારસ, હટાય, ઓસ્માનિયા, અદિયામાન, માલત્યા, સાનલિઉર્ફા, અદાના, દિયારબાકીર અને કિલિસ સહિત 10 શહેરો સૌથી વધુ પ્રભાવિત થયા છે.
Turkey💔 #Turkey #amed #earthquake #Earthquake pic.twitter.com/qVwPXft9Hu
— Ismail Rojbayani (@ismailrojbayani) February 6, 2023
સતત વધી રહ્યો છે મૃત્યુઆંક
પ્રાથમિક માહિતી મુજબ તુર્કી સહિત સીરિયા, લેબનોન, ઈઝરાયેલમાં 1500 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. જ્યારે 1000થી વધુ ઘાયલ છે. પરંતુ આ આંકડો વધુ હોઈ શકે છે. અલગ અલગ મીડિયા રિપોર્ટ્સમાં મૃતકોનો આંકડો અલગ અલગ દર્શાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં આંકડો સતત વધી રહ્યો છે. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગે માલ્ટા અને સેનલુઈફાના લોકો છે. તુર્કીના અડાના શહેરમાં મોટી મોટી ઈમારતો પત્તાની જેમ તૂટી પડી. સીરિયામાં પણ મોટા પાયે જાનહાનિ થઈ છે. લેબનોન અને ઈઝરાયેલમાં અન્ય નુકસાન અંગે માહિતી નથી.
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે