Home> World
Advertisement
Prev
Next

પ્રેમિકાએ બોયફ્રેંડના ટુકડે-ટુકડા કરી લોકોને બિરયાની બનાવીને ખવડાવી

અલ એન નામની જગ્યાએ પોતાના ઘરમાં મહિલાએ 7 વર્ષો સુધી સાથે રહેનાર પ્રેમીની હત્યા કરી દીધી. પ્રોસેક્યૂટર્સનું કહેવું છે કે તેનો પ્રેમી મોરક્કોની અન્ય મહિલા સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યો હતો. 

પ્રેમિકાએ બોયફ્રેંડના ટુકડે-ટુકડા કરી લોકોને બિરયાની બનાવીને ખવડાવી

યુએઇ: એક પ્રેમિકાએ પોતાના પ્રેમીની ના ફક્ત હત્યા કરી દીધી, પરંતુ તેને કાપીને, ચોખા સાથે રાંધીને પાકિસ્તાની વર્કર્સને ખવડાવી પણ દીધો. તપાસ કરનાર અધિકારીઓએ કહ્યું કે પ્રેમિકાએ એટલા માટે આમ કર્યું, કારણ કે પ્રેમી અન્ય મહિલા સાથે લગ્ન કરવા જઇ રહ્યો હતો. 

fallbacks

આરોપી મહિલા મોરક્કોની રહેવાસી છે, પરંતુ તેણે UAE માં ઘટનાએ અંજામ આપ્યો છે. અલ એન નામની જગ્યાએ પોતાના ઘરમાં મહિલાએ 7 વર્ષો સુધી સાથે રહેનાર પ્રેમીની હત્યા કરી દીધી. પ્રોસેક્યૂટર્સનું કહેવું છે કે તેનો પ્રેમી મોરક્કોની અન્ય મહિલા સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યો હતો. 

ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ અનુસાર અધિકારીઓનું કહેવું છે કે મહિલાએ બોડી ટુકડા કર્યા અને બ્લેંડરની મદદથી તેને બારીક કર્યા. મહિલાએ પોતાના પાર્ટનરના માંસને રાંધ્યું અને પોતાના ઘરની પાસે કામ કરનાર પાકિસ્તાનીઓને ખવડાવી પણ દીધું. મહિલાએ ટ્રેડિશનલ ગલ્ફ ડિશ તૈયાર કરી હતી જે બિરયાની જેવી હોય છે. 

જ્યારે મહિલાના પાર્ટનર ભાઇએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી, ત્યારે કેસની તપાસ શરૂ થઇ. મૃત વ્યક્તિનો ભાઇ જ્યારે મહિલાના ઘરે પહોંચ્યો તો તેને બહાર કાઢી દીધો અને કહ્યું કે તેના ભાઇ વિશે તે જાણતી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસને મહિલાન ઘરના બ્લેંડરમાં માણસના દાંત મળ્યા. 

ડીએનએ રિપોર્ટ અનુસાર મૃત વ્યક્તિ સાથે તે દાંત મેચ થઇ ગયા. ત્યારબાદ મહિલાની ધરપકડ કરી લીધી. રિપોર્ટો અનુસાર મહિલાએ પોલીસને કહ્યું કે તેણે ઉન્માદની સ્થિતિમાં હત્યા કરી દીધી. મહિલાએ કહ્યું કે આમ તેને બદલાની ભાવનામાં કર્યું. તે ગત કેટલાક વર્ષોથી આ વ્યક્તિને આર્થિક મદદ કરી રહી હતી. તપાસ પુરી થયા બાદ કોર્ટમાં સુનાવણી માટે તારીખ નક્કી કરવામાં આવશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More