Most Expensive Cow: દુનિયામાં એવા ઘણા પાલતુ પ્રાણીઓ છે જેઓ અલગ-અલગ ખાસિયતો ધરાવે છે. તેમાંથી ગાયને તો પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ગાયની પણ અલગ અલગ પ્રજાતિ દુનિયાભરમાં જોવા મળે છે. દરેક પ્રકારની ગાયનું વિશેષ મહત્વ છે. આજે તમને આવી જ એક અનોખી ગાય વિશે જણાવીએ. આ ગાય દુનિયાની સૌથી મોંઘી ગાય તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો:
3 કરોડ રૂપિયા પ્રતિ કિલો! આ છે વિશ્વના સૌથી મોંઘા ટામેટાના બીજ
Stone River: વિશ્વની એકમાત્ર એવી નદી, જેમાં પાણી નહીં માત્ર પથ્થરો જ વહે છે!
બાપ રે...બે કરોડની બકરી! માલિકની બધી ઈચ્છા પુરી કરનારી બકરીની દુનિયા દિવાની
બ્રાઝિલમાં આ ગાય ચર્ચાનો વિષય બની હતી. આ ગાયની કિંમત વિશ્વની અન્ય જાતિની ગાયો કરતા ઘણી વધારે છે. આ કિંમતમાં તમે લક્ઝુરિયસ કાર અને બંગલો સહિત ઘણી વસ્તુઓ ખરીદી શકો છો. ખાસ વાત એ છે કે આ ગાયનું ભારત સાથે પણ ખાસ કનેકશન છે. આ જાતિની ગાય નેલ્લોર તરીકે ઓળખાય છે જે નામ આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લા પરથી રાખવામાં આવ્યું છે. અહીંથી આ પ્રજાતિની ગાયને બ્રાઝિલ મોકલવામાં આવી હતી ત્યારબાદ આ ગાય વિશ્વના દરેક દેશમાં પહોંચી.
નેલ્લોર જાતિની એક સાડા ચાર વર્ષની ગાય જે મારા ઈમોવિસ તરીકે ઓળખાય છે તે વિશ્વની સૌથી મોંઘી ગાય છે. બ્રાઝિલમાં આ પ્રજાતિની હજારો ગાયો જોવા મળે છે. પરંતુ આ ગાય તેના ત્રીજા માલિકને 11 કરોડમાં વેચવામાં આવી હતી. જેના કારણે તેની અત્યાર સુધીની કુલ કિંમત 35 કરોડ રૂપિયા થઈ ગઈ.
મારા ઈમોવિસને ગયા વર્ષે વિશ્વની સૌથી મોંઘી ગાય જાહેર કરવામાં આવી હતી. ફક્ત બ્રાઝિલમાં આ જાતિની લગભગ 160 મિલિયન ગાયો છે. આ ગાયોની ઓળખ તેનું ચળકતું સફેદ ફર, ઢીલી ચામડી હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે