Home> World
Advertisement
Prev
Next

Most Weird Plants On Earth: પાંચ વિચિત્ર છોડ, તેના રૂપ રંગ જોઈને આપ પણ ચોંકી ઉઠશો

પૃથ્વી પર અનેક પ્રકારના છોડ, જેમાંથી આજે  અમે તમને પાંચ એવા છોડ વિશે જણાવીશું જેમાં કોઈકનો રંગ લાલ છે, તો કોઈક આંખો જેવા દેખાય છે, તો કોઈકમાંથી દુર્ગંધ આવે છે.

Most Weird Plants On Earth: પાંચ વિચિત્ર છોડ, તેના રૂપ રંગ જોઈને આપ પણ ચોંકી ઉઠશો

ઝી બ્યૂરો, અમદાવાદઃ પૃથ્વી પર ઘણા પ્રકારના છોડ છે. પ્રકૃતિએ  આપેલા વરદાનમાં વૃક્ષોનું મહત્વનું સ્થાન છે. માનવ જીવન ચક્રમાં વૃક્ષો અને છોડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વૃક્ષ અને છોડ મનુષ્યને ફક્ત ખોરાકની જરૂરિયાતને જ પૂરી નથી કરતા, પણ તે વિશ્વનું સંતુલન જાળવવા માટે પણ જરૂરી છે. તો આજે અમે તમને દુનિયાના પાંચ એવા છોડ બતાવીશું જે વિચિત્ર છે અને બહુ ઓછા લોકો જાણે છે.  

fallbacks

fallbacks

ડેવિલ્સ ટૂથ
ડેવિલ્સ ટૂથ એક પ્રકારનું મશરૂમ છે. જે ખાવામાં નથી આવતું. મશરૂમની ઉપરની સપાટી પર લાલ ધબ્બા જોવા મળે છે. જે બિલકુલ માણસના લોહીના રંગ બરાબર છે. એવુ જ લાગે છે જાણે છોડમાંથી લોહી નીકળે છે.

fallbacks

ઓક્ટોપસ સ્ટિંકહોર્ન
આ છોડને ઓક્ટોપસ સ્ટિંકહોર્ન નામથી ઓળખાય છે. લાલ રંગનું આ છોડ જોવામાં એક પ્રકારના ઓક્ટોપસ જેવુ દેખાય છે. આ છોડમાંથી વાસ મારતી હોય છે. એટલે જ કીડા મકોડાને વધુ આકર્ષિત કરે છે.

fallbacks

બુદ્ધાઝ હેન્ડ
આ છોડને જોતા એવુ લાગે છે જાણે તેનામાંથી ઘણી બધી આંગળીઓ નીકળી રહી હોય. હકીકતમાં આ એક લીંબુની પ્રજાતી છે. પણ આ ગોળ નથી. આ છોડમાં  સુગંધ આવતી હોય છે. ઘણા લોકો આનો રૂમ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરે છે.

fallbacks

ડોલ્સ આઈઝ
આ છોડને એટલે ડોલ્સ આઈઝ કહેવાય છે કારણ કે એવુ લાગે છે કે જાણે આ છોડ પર ઘણી બધી આંખો લગાવી હોય. એવી આંખ જે કપડાથી બનેલી ડોલમાં લગાવવામાં આવે છે. હકીકતમાં એક પ્રકારના બોર છે. પરંતુ તેને ખાવામાં નથી આવતા.

બ્લેક બેટ 
આ છોડ જાણે પાંખો ખોલીને ઉભા ચામાચિડિયા જેવા લાગે છે. મોટા ભાગે આ છોડ થાઈલેન્ડ કે પછી મલેશિયામાં જોવા મળે છે. આ છોડના પત્તા 12 ઈંચ સુધીના હોય છે. રાત્રે કોઈ આ છોડના પત્તાને જોઈ લે તો હકીહકતમાં ચામાચિડિયા જ લાગે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More