Home> World
Advertisement
Prev
Next

દુનિયામાં થઇ રહી હતી શોધ, અમેરિકાની નજરથી માત્ર 3 માઈલ દૂર હતો 1 આંખવાળો મુલ્લા ઓમર

અમેરિકન અને અફગાનિસ્તાન નેતાઓનું માનવું છે કે એક આંખવાળા મુલ્લા ઓમરનું પાકિસ્તાનમાં મોત થયું હતું. પરંતુ એક નવી જીવનચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઓમર અફગાનિસ્તાનના ઝાબૂલ પ્રાંતમાં એક મોટા અમેરિકન અડ્ડાથી માત્ર ત્રણ માઇલ દૂર નિવાસ કરી રહ્યો હતો.

દુનિયામાં થઇ રહી હતી શોધ, અમેરિકાની નજરથી માત્ર 3 માઈલ દૂર હતો 1 આંખવાળો મુલ્લા ઓમર

કાબૂલ: તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઓમર અફગાનિસ્તાનમાં ઘણા વર્ષો સુધી અમેરિકન અડ્ડાઓથી માત્ર થોડી દૂર રહેતો હતો. એક નવી પુસ્તકમાં કરવામાં આવેલો આ દાવો અમેરિકન ગુપ્ત એજન્સીઓની નિષ્ફળતાને દર્શાવી શકે છે. અમેરિકન અને અફગાનિસ્તાન નેતાઓનું માનવું છે કે એક આંખવાળા મુલ્લા ઓમરનું પાકિસ્તાનમાં મોત થયું હતું. પરંતુ એક નવી જીવનચરિત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઓમર અફગાનિસ્તાનના ઝાબૂલ પ્રાંતમાં એક મોટા અમેરિકન અડ્ડાથી માત્ર ત્રણ માઇલ દૂર નિવાસ કરી રહ્યો હતો. જ્યાં 2013માં તેનું મોત થઇ ગયું હતું.

fallbacks

વધુમાં વાંચો: મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન ફરી કરશે અવળચંડાઇ?

ખરેખરમાં, દોહામાં અમેરિકાની સાથે વાર્તા કરી રહેલા તાલિબાને કહ્યું કે અફગાનિસ્તાનમાં ઓમરની વસવાટ કરવાની વાત સાચી છે. ત્યાં, ડચ પત્રકાર બેટ ડેમની પુસ્તક ‘સર્ચિંગ ફોર ધ એનિમી’માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓમર 2013માં બીમાર પડ્યો હતો અને તેણે સારવાર માટે પાકિસ્તાન જવાની ના પાડી હતી. ત્યારબાદ ઝાબૂલ પ્રાંતમાં તેનું મોત થઇ ગયું હતું. જોકે, અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા હારૂન ચાખનસૂરીએ ટ્વિટ કરી કહ્યું કે, ‘અમારી પાસે આ વાતના પુરાવા છે કે તે પાકિસ્તનમાં રહ્યો હતો અને ત્યાં તેનું મોત થયું હતું.’

ઉલ્લેખનીય છે કે ડેમે અફગાનિસ્તાનમાં ઘણા વર્ષો સુધી રિપોર્ટિંગ કર્યું છે અને ત્યાંના પૂર્વ રાષ્ટ્રપિત હામિદ કરઝઇ પર એક પુસ્તક પણ લખી છે. તેમણે ઓમર પર તેમની પુસ્તક માટે પાંચ વર્ષ સુધી શોધ કરી અને તેના અંગરક્ષક રહેલા જબ્બાર ઓમારી સાથે પણ વાત કરી હતી.

દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More