અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એલન મસ્ક સાથે થયેલા જાહેર વિવાદે વોલ સ્ટ્રીટ, ખાસ કરીને ઈવી દિગ્ગજ ટેસ્લાને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું છે. જેના કારણે ગુરુવારે કંપનીના શેરોમાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે મસ્કે પણ ટ્રમ્પ પર મોટો હુમલો કરતા દાવો કર્યો કે એપસ્ટીન ફાઈલ્સમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પણ નામ છે.
શું છે આ કુખ્યાત એપસ્ટીન ફાઈલ્સ
જેફ્રી એપસ્ટીન કેસની ફાઈલનું નામ એપસ્ટીન ફાઈલ્સ છે. જેફ્રી એપસ્ટીન એક અબજોપતિ ફાઈનાન્સર હતો. જે સગીર યુવતીઓના યૌન શોષણનો આરોપી હતો. 2019માં તેની ધરપકડ થઈ હતી અને બાદમાં તેનું મોત નિપજ્યું. એપસ્ટીન ફાઈલ્સ કોર્ટમાં સીલબંધ છે. દાવો છે કે આ ફાઈલ્સમાં દુનિયાની અનેક મોટી મોટી પ્રભાવશાળી હસ્તીઓના નામ છે. જેમાં નેતાઓ, અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓ સામેલ છે.
એક તસવીર વાયરલ
એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ છે જેમાં ટ્રમ્પ એપસ્ટીનના સહયોગી ગિલસેન મેક્સવેલ સાથે જોવા મળે છે. મસ્ક આ તસવીરને ફોટો બોમ્બ જણાવી રહ્યા છે.
153 બિલિયન ડોલરનું નુકસાન
બ્લુમબર્ગના જણાવ્યાં મુજબ શેરોમાં કડાકાના કારણે ટેસ્લાની માર્કેટ કેપિટલમાં 153 બિલિયન ડોલર(12,775,500,000,000 રૂપિયા)નો ઘટાડો થઈ ગયો.
ટ્રમ્પ, મસ્ક અને ટેસ્લા
નવેમ્બર 2024ની ચૂંટણી પછી તો સ્થિતિ બરાબર હતી. પરંતુ ત્યારબાદ ટેસ્લાના રોકાણકારોએ ટ્રમ્પની સાથે મસ્કના સંબંધોને લઈને નારાજગી વ્યક્ત કરી. મસ્કના DOGE સાથે જોડાણે કાર કંપનીની બ્રાન્ડને નુકસાન પહોચાડ્યું. એપ્રિલમાં મસ્કે ટેસ્લા પર વધુ ધ્યાન આપવાનું વચન આપ્યું અને ત્યારબાદ શેરોમાં તેજી આવવાની શરૂ થઈ.
રાહત જલદી ડરમાં ફેરવાઈ
ગત અઠવાડિયે ઔપચારિક રીતે સરકારમાંથી બહાર નીકળવાની રાહત જલદી ડરમાં ફેરવાઈ ગઈ કારણ કે મસ્ક અને ટ્રમ્પમાં શાબ્દિક ટપાટપી ચાલુ થઈ ગઈ.
કેમ શરૂ થયો ઝઘડો
ટ્રમ્પના પ્રસ્તાવિત ટેક્સ લોને લઈને બંને વચ્ચે વિખવાદ જોવા મળી રહ્યો છે. મસ્ક સરકારમાંથી બહાર નીકળતા પહેલા જ બિગ બ્યુટીફૂલ બિલ એક્ટની ટીકા કરતા હતા પરંતુ ટ્રમ્પે ગુરુવાર સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નહીં.
રિપબ્લિકનની ધમકી
ત્યારબાદ મસ્કની ટીકાએ જાહેર વિવાદનું સ્વરૂપ લીધુ. જેમાં રિપબ્લિકને ટેસ્લા અને સ્પેસએક્સ માટે સરકારી કરાર અને સબસિડી સમાપ્ત કરવાની ધમકી આપી છે. (All photo credit reuters)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે