Home> World
Advertisement
Prev
Next

Corona: હવે નવો ખતરો, એક વર્ષથી પણ ઓછા સમયમાં કામ કરવાનું બંધ કરી દેશે વેક્સિન, નવા અભ્યાસમાં ખુલાસો

મ્યૂટેશન પીપુલ્સ વેક્સિન અલાયન્સ (Mutations People's Vaccine Alliance) દ્વારા 28 દેશોના 77 મહામારી વૈજ્ઞાનિક, વાયરોલોજિસ્ટ અને સંક્રામક રોગ નિષ્ણાંતમાંથી બે-તૃતિયાંશનું કહેવું છે કે કોવિડ-19ની રસી એક વર્ષ કે તેનાથી ઓછા સમયમાં બેઅસર થઈ શકે છે.

Corona: હવે નવો ખતરો, એક વર્ષથી પણ ઓછા સમયમાં કામ કરવાનું બંધ કરી દેશે વેક્સિન, નવા અભ્યાસમાં ખુલાસો

ન્યૂયોર્કઃ મ્યૂટેશન પીપુલ્સ વેક્સિન અલાયન્સ (Mutations People's Vaccine Alliance) દ્વારા 28 દેશોના 77 મહામારી વૈજ્ઞાનિક, વાયરોલોજિસ્ટ અને સંક્રામક રોગ નિષ્ણાંતમાંથી બે-તૃતિયાંશનું કહેવું છે કે કોવિડ-19ની રસી એક વર્ષ કે તેનાથી ઓછા સમયમાં બેઅસર થઈ શકે છે. મંગળવારે પ્રકાશિત સર્વેક્ષણના પરિણામ દુનિયાને જોખમની ચેતવણી આપે છે, જે તે નક્કી કરવામાં નિષ્ફળ છે કે બધા દેશોને કોવિડ-19થી લોકોને બચાવવા માટે પૂરતી રસી છે. સર્વેમાં સામેલ લોકોમાંથી લગભગ એક-તૃતિયાંશે નવ મહિના કે તેનાથી ઓછી સમયમર્યાદા આપી છે. આઠમાંથી એકે કહ્યુ કે તે માને છે કે મ્યૂટેશન વર્તમાન રસીને બિનઅસરકારક નહીં કરે. ભારે બહુમત એટલે કે 88 ટકાએ કહ્યુ કે, ઘણા દેશોમાં સતત ઓછી વેક્સિન કવરેજથી રસી પ્રતિરોધક પરિવર્તન દૃશ્યમાન દેખાવાની વધુ સંભાવના હશે. 

fallbacks

આફ્રિકી ગઠબંધન, ઓક્સફેમ અને યૂએનએડ્સ સહિત 50થી વધુ સંગઠનોના ગઠબંધન પીપુલ્સ વેક્સિન એલાયન્સે આ તેતવણી આપી છે કે વર્તમાન દર પર આ સંભાવના હતી કે ગરીબ દેશોના બહુમતમાં માત્ર 10 ટકા લોકોને આગામી વર્ષમાં રસી લગાવવામાં આવશે. સર્વેક્ષણમાં સામેલ લોકોમાંથી લગભગ ત્રણ-ચતૃથાંશ જેમાં જોન હોપકિન્સ, યેલ, ઇમ્પીરિયલ કોલેજ, લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન, કેમ્બ્રિજ યુનિવર્સિટી, મહામારીવિદ્, વિષાણુવિજ્ઞાની અને સંક્રામક રોગ નિષ્ણાંત સામેલ હતા. તેણે કહ્યું કે, તકનીકી અને બૌદ્ધિક સંપત્તિની ખુલ્લી વહેંચણી વૈશ્વિક રસી કવરેજને વધારી શકે છે.

આ પણ વાંચોઃ Good News: 12-15 વર્ષના બાળકો માટે આવી ગઈ કોરોના વેક્સિન, ફાઇઝરે કહ્યું- 100 ટકા અસરકારક

બ્રિટનમાં એડિનબર્ગ વિશ્વવિદ્યાલયમાં ગ્લોબલ પબ્લિક હેલ્થના પ્રોફેસર દેવી શ્રીધરે એક નિવેદનમાં કહ્યુ, જેટલો વધુ વાયરસ ફેલાય છે એટલી વધુ સંભાવના છે કે ઉત્પરિવર્તન અને પરિવર્તન ઉત્પન્ન થશે, જે આપણી વર્તમાન રસીને બિનઅસરકારક બનાવી શકે છે. આ સમયે ગરીબ દેશોમાં વેક્સિન વગર અને ઓક્સિજન જેવી પાયાની ચિકિત્સા સુવિધા વગર પાછળ છોડી દેવામાં આવ્યા છે. 

તેમણે કહ્યું, જેમ આપણે શીખ્યુ છે કે, વાયરસની મર્યાદા વિશે ચિંતા નથી કરતા, આપણે વિશ્વમાં દરેક જગ્યાએ જેટલું જલદી બની શકે એટલા લોકોનું રસીકરણ કરવું છે. તેમાં આગળ વધવાની જગ્યાએ રાહ કેમ જોઈએ? જ્યારે તેણે સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો ન હતો, ત્યારે યેલ યુનિવર્સિટીના રોગચાળાના સહયોગી પ્રોફેસર, ગ્રેગ ગોંસાલ્વેઝે વૈશ્વિક સ્તરે રસી લેવાની તાકીદની પ્રતિક્રિયા આપી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More