ઝી મીડિયા/બ્યૂરો :ઈટલી (Italy) ના એક કપલે મ્યાનમાર (Myanmar) ના પવિત્ર સ્થળ બાગાનમાં પોતાનો 12 મિનીટનો એક પોર્ન વીડિયો બનાવ્યો છે. એટલું જ નહિ, આ કપલે આ વીડિયોને પોર્ન વેબસાઈટ પર પણ અપલોડ કર્યો છે. જેના બાદથી અહીં બબાલ મચી ગઈ છે. મ્યાનમારના નાગરિકો આ મુદ્દે બહુ જ નારાજ થયા છે. 9મી સદીથી લઈને 13મી શતાબ્દી વચ્ચે બનેલા લગભગ 300 પેગોડા અને મંદિર માટે બાગાન ફેમસ છે, જેને યુનેસ્કો (UNESCO) દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર કરાઈ છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં મુસાફરો આવે છે.
કયા ‘રોમિયો’ની ડીલ કરશે ટ્રમ્પ અને મોદી, જેનાથી ભારતને થશે સુપર ફાયદો
જાણકારી મુજબ, કપલે ગત ગુરુવારે આ પોર્ન વીડિયોને ચર્ચિત પોર્ન વેબસાઈટ પોર્નહબ ડોટ કોમ પર અપલોડ કર્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે. સ્થાનિક લોકોને જેમ આ બાબતની માહિતી મળી, તેઓ આક્રોશમાં આવી ગયા હતા.
વીડિયોમાં ઈટલીનું કપલ પ્રાચીન પેગોડાની બાજુમાં જ કપડા ઉતારીને ખુદનું વીડિયો શૂટ કરતુ દેખાઈ રહ્યું છે. જેના બાદ કપલે 12 મિનીટ સુધી વીડિયો રેકોર્ડ કર્યો છે.
સમાચાર પત્રિકા ધ ઈરવાદીની વેબસાઈટ અનુસાર, સ્થાનિક લોકો સહિત વિદેશની અનેક ધાર્મિક અને પવિત્ર ઈમારતોમાં શોર્ટસ અને ઓછા કપડા પહેરીને ઘુસવુ પ્રતિબંધિત છે. ખાસ કરીને પેગોડા, મંદિરો અને ધાર્મિક ઈમારતોમાં અનુચિત કપડા પહેરવા પૂર્ણ રીતે પ્રતિબંધિત છે. મ્યાનમારની ધાર્મિક ઈમારતો અને તેના પરિસરોમાં ખુલ્લામાં કિસ કરવા જેવો અનુચિત વ્યવહાર કરવું પ્રતિબંધિત છે.
સેવ બાગાનમાં એક નાગરિક સમાજ ગ્રૂપ માયો સેટ સાને કહ્યું કે, આ વીડિયોને જોઈને અમે ચોંકી ગયા અને અમને બહુ જ ખરાબ લાગ્યું. ધાર્મિક ઈમારત અને પેગોડાની બહાર યૌનાચાર કરવું અસહનીય છે. આ ઉપરાંત આ વીડિયો બાગાનમાં શૂટ કરાયો, જે આપણા ધર્મ, સંસ્કૃતિ અને ઈતિહાસની અનમોલ ધરોહર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે