નઈ પઈ તાવઃ મ્યાનમારમાં 1 ફેબ્રુઆરીએ થયેલ સૈન્ય તખ્તાપલટ (Myanmar Protest) વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોમાં મૃત્યુ પામનાર લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓની સંખ્યા 500ને પાર પહોંચી ગઈ છે. એક મોનીટરીંગ જૂથે મંગળવારે આ જાણકારી આપી છે. ડીપીએ સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર સોમવારે સુરક્ષાદળોના હાથે 14 લોકોના મોત થયા અને રાજકીય કેદીઓ માટે સહાયક એસોસિએશન (AAPP) એ અત્યાર સુધી દેશવ્યાપી મોતનો આંકડો 510 જણાવ્યો છે. સમાચાર એજન્સી રોયટર્સ પ્રમાણે હવે લોકો રસ્તાઓ પર કચરો ફેંકી સવિયન અવજ્ઞા આંદોલન કરી રહ્યાં છે.
મ્યાનમારમાં બગડતી સ્થિતિ આંતરરાષ્ટ્રીય સમુદાયને ચિંતિત કરી રહી છે. વિશેષ રૂપથી 27 માર્ચના એક દિવસમાં 110 લોકોના મોત બાદ ચિંતામાં વધારો થયો છે. યૂરોપીય યુનિયને તેને આતંકનો દિવસ ગણાવ્યો હતો. લોકતંત્ર સમર્થકો પર મોટો અત્યાચાર યંગૂનના દક્ષિણ ડગન ટાઉનશિપમાં જોવા મળ્યો છે. અહીં પોતાની આંખથી ડરામણો માહોલ જોનાર લોકોનું કહેવું છે કે છેલ્લા બે દિવસ દરમિયાન સેનાએ એક વિશેષ મુહિમને અંજામ આપ્યો છે, જેથી આ વિસ્તારમાં ડરનો માહોલ છે.
આ પણ વાંચોઃ Golden Chance: શું તમે 18 કિલો સોનાના માલિક બનવા માંગો છો? તો કરો માત્ર આટલું જ કામ
આંગ સાન સૂ ચી 1 ફેબ્રુઆરીથી નજરબંધ
વિરોધ પ્રદર્શનોના મુખ્ય સમૂહોમાંથી એક ધ જનરલ સ્ટ્રાઇક કમિટી ઓફ નેશનલિટીઝે સોમવારે મ્યાનમારના જાતીય સશસ્ત્ર સમૂહોને પ્રદર્શનકારીઓના પક્ષમાં ઉભા રહેવાનો આગ્રહ કર્યો. મંગળવારે આ પ્રકારના ત્રણ સમૂહોએ આ આહ્વાન પર ધ્યાન આપ્યું છે. એક સંયુક્ત નિવેદનમાં તેમણે સેનાના કાર્યોની નિંદા કરી અને કહ્યું કે, તે મ્યાનમાર માટે લડી રહેલા લોકોના પરિવારોની સાથે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરે છે.
મ્યાનમાર નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ આર્મી, પલાઉંગ સ્ટેટ લિબરેશન ફ્રન્ટ અને અરાકાન આર્મીએ એક નિવેદનમાં કહ્યું, સેનાએ પોતાના હુમલાને તત્કાલ રોકવા જોઈએ અને રાજકીય વાતચીતમાં સામેલ થવું જોઈએ. દક્ષિણ-પૂર્વ એશિયન દેશમાં હાલ સેનાએ પોતાનું નિયંત્રણ સ્થાપિગ કરી લીધું છે અને સત્તામાં રહેલ નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટીના પ્રમુખ સાન સૂ ચીને 1 ફેબ્રુઆરીથી નજરબંધ રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે